શંકરની કૃપાથી ગાંધર્વકન્યા માધવી ગોલોક ધામમાં ગઇ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, કાશીક્ષેત્રમાં શિવાલયમાં એક દેડકી રહેતી તે શિવપ્રસાદ જમતી, પ્રદક્ષિણા કરતી. એકવાર કાગડે આવી ચાંચથી મારી નાખી. તે બીજે જન્મે માધવી ગાંધર્વ કન્યા થઈ. રોજ શિવમંદિરમાં આવી મધુર કંઠથી આલાપ, તાનથી અનેક રાગોમાં શિવની સ્તુતિ કિર્તન કરતી. એકવાર વૈશાખ સુદ ચૌદશે વ્રત ઉપવાસ કરી રાત્રે ભેગા થયેલા ભક્તોમાં જાગ્રત રહી કિર્તન ઉત્સવ કરી સવારે મંદિર વાળી શિવની પૂજા કરી ધ્યાન કરતી હતી. ત્યાં આ શરીરથી શિવની મૂર્તિમાં લય પામી ગઈ. તેજમાં તેજ સમાય તેમ એકતાન થઇ ગઇ. શંકરે તેને “ૐ શ્રીકૃષ્ણનારાયણ સ્વામિને નમ:” મંત્ર આપ્યો. પછી તુલસી કંઠી પહેરી, તિલક કરી, અને ગોલોક ધામમાં ગઈ. તે દિવ્ય સ્વરૂપે આવી મત્સ્યોદર ઘાટે સ્નાન કરી દગૌ ઘાટે રહેલા ઘનશ્યામ મંદિરમાં, સાત શિખરવાળા મંદિરમાં
લક્ષ્મીનારાયણના
તથા
કૃષ્ણનારાયણના
દર્શન
કરી
તથા
જે
હું અનાદિશ્રીકૃષ્ણનારાયણ કંભરાપુત્ર પૃથ્વી પર વિચરું છું. તે દર્શન કરીને, હનુમાન, ગણેશના દર્શન કરીને જતી રહેતી.