ભાગ ૧ · અધ્યાય ૪૧૩
અપ્સરા - દાસી અને ગણિકાઓ માટે કલ્યાણમાર્ગ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, એકવાર બ્રહ્માની સભામાં સર્વેદેવો ઋષિ-મુનિઓ ગાંધર્વો વિદ્યાધરો બેઠા હતા. ત્યારે અપ્સરાઓએ બ્રહ્માને પૂછ્યું, અમે પતિરહિત પરપુરુષ દેવને સેવનારી દાસી, ગણિકા વગેરેનું કલ્યાણ થાય તે માર્ગ બતાવો. બ્રહ્મા કહે, તમારા દાસીવર્ગને, ગણિકાવર્ગને, પરપુરુષને નારાયણ ભાવથી સેવવો તથા યથાશક્તિ દાન, પુણ્ય, વ્રત, નિયમ, ભક્તિ સેવા કરવાથી તમારો ઉદ્ધાર થશે.