ભાગ · અધ્યાય ૪૪૬

નારી કઇ રીતે દૂષિત થતી નથી ? - સતી તારામાં ચંદ્રપુત્ર બુધ ગ્રહનો જન્મ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, શંકર પાસેથી જ્ઞાન વૈરાગ્ય ને ભગવાનની ભક્તિનો મંત્ર પ્રાપ્ત કરી બૃહસ્પતિ બ્રહ્મા વગેરે સર્વે દેવો સ્વર્ગમાં આવી સભા કરી. તેમાં બ્રહ્માએ સર્વેને ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યારે બૃહસ્પતિ પત્ની તારા આવી બ્રહ્માને પગે લાગી. બ્રહ્માએ આશિર્વાદ આપ્યા. તેનું છાયારૂપ સૂર્યપ્રભા પુરુષોત્તમ માસનું વ્રત કરી અક્ષરધામને પામ્યું. મૂળ તારા બૃહસ્પતિને આપી. બ્રહ્મા કહે સતી, સાધ્વી, આપતકાળમાં દૂષિત થતી નથી. પતિ આજ્ઞાથી બીજાથી ભોગવાયેલી નારી દુષિત થતી નથી. થોડા સમય અથવા સદાને માટે પત્ની દાનમાં અપાયેલી નારી દુષિત થતી નથી. નિર્જન સ્થાનમાં પરપુરુષથી ભોગવાયેલી નિષ્કામી નારી દુષિત થતી નથી. પતિમાં પ્રવેશ કરી યોગી સિદ્ધ પુરુષોથી ભોગવાયેલી નારી દુષિત થતી નથી.

પતિ, પિતા પુત્ર વગેરે કુટુંબના આપતકાળમાં તેના રક્ષણ માટે ભોગવાયેલી નારી દુષિત થતી નથી. તેથી વસ્તુ ખાવાથી મૂર્છામાં નિંદ્રામાં ભોગવાયેલ નારી દુષિત થતી નથી. સંતાન માટે, ગાય માટે, અક્ષતકુમારી કન્યા માટે, દેશ-ગામના રક્ષણ માટે, પ્રાણ નાશ થવાના સમયે ભોગવાયેલી નારી દુષિત થતી નથી. ગાધર્વ વિધિથી રજસ્વલા પછી પતિના વિયોગમાં કાર્ય સિદ્ધ માટે અન્ય યોગમાં આવેલી ભોગવાયેલી નારી દુષિત થતી નથી. તપસ્વીના વિઘ્ન માટે ઇન્દ્રે મોકલેલી અપ્સરાઓ દુષિત થતી નથી. રાજાની સેવામાં અપાયેલી દાસી, સેવિકા દુષિત થતી નથી. યોગીના શાપના ભયથી ભોગવાયેલી નારી દૂષિત થતી નથી.

શ્રીકૃષ્ણનારાયણ અને તેના અંશોથી ભોગવાયેલી નારી દૂષિત થતી નથી, પરંતુ જગતપૂજ્યા થાય છે. જેમ વિષ્ણુ યોગથી વૃંદા, કૃષ્ણયોગે ગોપીઓ, વંશ રાખવા પુત્ર માટે બીજાથી ભોગવાયેલી નારી દૂષિત થતી નથી. દિવ્ય દેહથી ભોગવાયેલી, સ્વપ્નમાં ભોગવાયેલી, ભૂતપ્રેતથી ભોગવાયેલી, નારી દુષિત થતી નથી અને જ્યારે માસિકે રજસ્વલા થાય ત્યારે નારી શુદ્ધ થાય છે. માટે હે બૃહસ્પતિ, આ તારી પતિવ્રતા સતી સાધ્વી શુદ્ધ જ છે. તેને ગ્રહણ કર. પૃથ્વી જેમ બીજ વાવવાથી, પાણી પાવાથી જેમ પાક આપે છે તે જ રીતે નારી રજસ્વલા પછી અપાયેલ ગર્ભદાનથી બાળકરૂપી ફળ આપે છે. નારીને પૃથ્વીસમાન કહી છે. એ રીતે સર્વે દેવો તારાને આશિર્વાદ આપી સ્વસ્થાને ગયા. તે તારામાં ચંદ્રપુત્ર બુદ્ધ આકાશમાં ગ્રહ થયો.