ભાગ · અધ્યાય ૪૯૭

અડસઠ ગામોનું એક નામ ચમત્કારપુર તીર્થ પડ્યું

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ચમત્કારપુરનો રાજા આનર્ત દર સંક્રાતિએ પૃથ્વી, ગજ, અશ્વ, ગાયો, વગેરેનાં દાન આપતો અને બ્રાહ્મણોના આશિર્વાદ મેળવતો. એકવાર મકરસંક્રાતિએ આનર્તરાજા અને દમયંતિ રાણી શહેરમાં દાન દેવા નીકળ્યા. તલ, મીષ્ટાન્ન, અન્ન, વસ્ત્ર, અલંકારો જે જોઇએ તે દાન લ્યો. તે સમયે નાગમતી નદી કાંઠે રહેતા બોતેર બ્રાહ્મણ કુટુંબો પાસે રાજા-રાણી આવ્યા. સર્વે બ્રાહ્મણો આકાશ માર્ગે કેદારકાશી અને પુષ્કર તીર્થમાં ગયેલા બ્રાહ્મણ પત્નીઓને રાણી કહે, તમે અમારું કાંઈ દાન ગ્રહણ કરો તો અમારું ધન શુદ્ધિ થાય અને અમારું કલ્યાણ થાય. તેથી તમારી જે ઈચ્છા હોય તે હીરા, મોતી, ઘરેણા દાનમાં લ્યો. ત્યારે બ્રાહ્મણ પત્નીઓએ પોતાને જે વસ્તુની ઈચ્છા હતી તે દાન લીધું. રાણીએ પાંચ દિવસ સુધી દાન આપ્યા. તેમાં ચાર બ્રાહ્મણ પત્નીઓએ દાન ન લીધા. ત્યારે રાણીએ પરાણે કહ્યું ત્યારે બ્રાહ્મણ પત્નીઓ કહે, અમે અમારા પતિની આજ્ઞા વિના ગ્રહણ કરતા નથી. પતિની આજ્ઞા વિના દેહની શોભા પતિવ્રતા કરતી નથી. એમ કહીને ચાર બ્રાહ્મણ પત્નીઓએ દાન ન લીધા. તે સર્વે બ્રાહ્મણ આકાશમાં આવતા હતા. તેમાંથી અડસઠ બ્રાહ્મણ તરત જ પૃથ્વી પર ઉતરી ગયા અને ચાર બ્રાહ્મણ આકાશ માર્ગે નાગમતી નદી કાંઠે પોતાના આશ્રમમાં આવ્યા અને જાણ્યું કે, રાણીએ દાન આપવાથી આકાશમાં ગતિ અટકી ગઈ. ત્યારે ચાર બ્રાહ્મણોએ શાપ આપ્યો કે, રાણી પત્થર બની જાવ. રાણી તરત પત્થર રૂપ થઈ ગઈ. રાજાને ઘણું દુ:ખ થયું. પછી અડસઠ બ્રાહ્મણો ચાલીને આવ્યા. ત્યારે પોતાની પત્નીને પૂછ્યું શું થયું ?

સર્વે કહે, અમે દરિદ્રતાથી લોભાઇને દાન લીધા તેથી તમારી આવી સ્થિતિ થઈ. પરંતુ અહીં આલોકમાં પંચવિષયનો ત્યાગ કરવો પડે છે. અમે સર્વે વસ્ત્ર અલંકાર માલોભાઇને અન્ન મિષ્ટાન્નના દાન લીધા. તેથી તમારી આકાશમાં ગતિ બંધ થઈ ગઈ. ત્યારે અડસઠ બ્રાહ્મણો હાથમાં પાણી લઇ શાપ આપવા તૈયાર થયા. પણ તેમની પત્નીઓએ કહ્યું શાપ ન આપશો. તમારા સર્વે કુટુંબો દુ:ખી થશે. અને નારી હત્યાનું પાપ થશે. તે પાપે તમે કુંભી પાકમાં પડશો. ત્યારે બ્રાહ્મણોએ તે પાણી પૃથ્વી પર નાખી દીધું. તેથી તે ભૂમી ખાર ભૂમિમાં કંઈ પણ ઉગતુજ નથી. પછી પેલા ચાર બ્રાહ્મણ ના કહેવાથી તેની પત્નીઓએ પત્થર થયેલી રાણીની ઉપર બેસીને સ્નાન કર્યું. ત્યાં તો તરત રાણી આળસ મરડીને બેઠી થઈ. સર્વત્ર આનંદ થયો. રાજાએ યજ્ઞ કરાવીને અડસઠ બ્રાહ્મણને અડસઠ ગામ દાનમાં આપ્યા તે બ્રાહ્મણો હિમાલયમાં તપ કરવા ગયા. તપ કરી ભક્તિ કરી અંતે મોક્ષમાં ગયા. અડસઠ બ્રાહ્મણને પણ શંકર પાસેથી “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય” એ મંત્ર ગ્રહણ કરી ભજન કરી ગોલોકમાં ગયા ત્યારે પછી તે ગામનું નામ ચમત્કારપુર પડ્યું.