પ્રભાસક્ષેત્ર-સોમનાથક્ષેત્ર ઉત્પત્તિ ❖ તીર્થમાં દાનનું ફળ
શ્રીનારાયણ
કહે
:
લક્ષ્મી,
નવમીએ
સવારે
સર્વ
દેવો,
ઋષિઓએ અનાદિશ્રીકૃષ્ણનારાયણનું પૂજન કર્યું. પછી ગોપાલકૃષ્ણે શંકરનું પૂજન કર્યું. શંકર કહે, હું અહીં સદાવાસ કરીશ અને ગોપાલેશ્વર નામથી પ્રસિદ્ધ થઇશ. પછી કંભરાલક્ષ્મીએ પાર્વતીની પૂજા કરી. પાર્વતી કહે : હું અહીં વાસ કરીને કંભરા કમલેશ્વરી નામે પ્રસિદ્ધ થઇશ તથા ગણેશ, કાર્તિક, દુર્ગા, નંદી, વીરભદ્ર એ સર્વે પ્રભુના મંદિરમાં વાસ કર્યો. સર્વ દેવો, ઈશ્વરોએ, ચર્તુમાસ નિવાસ કર્યો. દત્તાત્રેય ભગવાને લક્ષ્મીનારાયણ સંહિતાની કથા માઘ માસ પર્યંત વાંચી. સર્વ ઋષિમુનિ, દેવો અને માનવોએ આ કથા સાંભળીને અતિ દિવ્ય, અલૌકિક આનંદનો અનુભવ કરતા હતા. તે ભૂમિના ભાગ્યને કોઇ વર્ણવી શકે તેમ નથી. શિવ પાર્વતીએ પોતાના સેવકો સહિત ત્યાંથી વિદાય લઇને શિવરાત્રિએ રૈવતાચલમાં નિવાસ કર્યો. ત્યાંથી સોમનાથ પ્રભાત ક્ષેત્ર આવ્યા. પાર્વતીએ પૂછ્યું, આ ક્ષેત્રનું નામ પ્રભાસ કેમ થયું. શંકર કહે, સૂર્યપુત્રી અનાદિશ્રીકૃષ્ણનારાયણની પત્ની પ્રભાનું અહીં આસન હોવાથી પ્રભાસ નામથી આ ક્ષેત્ર થયું તથા ચંદ્રને ક્ષયરોગ થયો. તેણે અહીં તપ કર્યું. હું પ્રસન્ન થયો તેથી સોમનાથ નામે તીર્થ થયું. હજારો ઋષિઓ સોમવારે ષોડ્શોપચારથી સોમનાથ મહાદેવનું પૂજન કરે છે. ભક્તિભાવથી મહાદેવનું પૂજન કરનારા શિવતુલ્ય થાય છે.
સ્વભાવનો દોષનો ત્યાગ કરી તીર્થમાં દોષ ન જોવા તો જ તીર્થનું ફળ મળે છે. તીર્થમાં સંત બ્રાહ્મણોને ભોજન કરાવી અન્ન, વસ્ત્ર, વાહન, શય્યા, છત્ર, જોડાં વગેરે દાન આપવા. તીર્થમાં પારકુ અન્ન ન ખાવું. તીર્થમાં “ૐ નમ: સોમનાથાય પાર્વતી પતયે નમ:” તથા “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણ સ્વામીને સ્વાહા” એ મંત્ર જપ કરવો. હે પાર્વતી, જગતમાં સૌરાષ્ટ્ર સમાન દેશ નથી. ત્યાં અનેક પ્રકારના દાનથી પણ મનુષ્યોનો મોક્ષ થાય છે. પૃથ્વીદાન, હાથીદાન, અશ્વદાન, ગાયદાન, સુર્વણ ચાંદીના દાન, રત્નોમણિઓના દાન, કન્યાદાન, વિદ્યાદાન, જ્ઞાનદાન, મુક્તિદાન, ખેતરવાડીના દાન, વાવ, કુવા, સરોવરના દાન સર્વસ્વ અર્પણ દાન વગેરે અનેક દાન આપી. પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરી મુમુક્ષુઓ મોક્ષ મેળવે છે. કેટલાક ભક્તો જપ, તપ, સેવા, ભક્તિ, કથાશ્રવણ, કિર્તન, નામ સ્મરણ, પૂજા, વંદન, ધ્યાન વગેરેથી પ્રભુને રાજી કરી મુક્તિ મેળવે છે. આ અધ્યાયની કથા જે વાંચશે, સાંભળશે તે તીર્થ યાત્રાના ફળને પામશે.