ભાગ ૧ · અધ્યાય ૪૫
શંકરે ચંદ્રને મસ્તક પર ધારણ કર્યો
શ્રીનારાયણ કહે : શંકર ચંદ્રને સાથે લઇ દક્ષ પાસે ગયા. દક્ષને કહ્યું, ચંદ્રનો રોગ નાશ કરો. દક્ષે કહ્યું, ચંદ્ર પક્ષપાત પત્નીઓ પ્રત્યે ન કરે એટલે શાપ નીવારણ થાય. ચંદ્રએ માફી માગવા છતાં પોતાનું તેજ વૃદ્ધિ ન પામ્યું ત્યારે શંકર તથા બ્રહ્માએ કહ્યું, બધી ઔષધીઓ માટે સમાન તેજની જરૂર નથી માટે તારા તેજમાં સોળ તિથીઓ પ્રમાણે તેજ વધતું રહેશે. પછી ઘટતું રહેશે. આ પ્રમાણે ચંદ્રનું તેજ શુદ-વદ પક્ષમાં વધતું ઘટતું રહે છે. પછી શંકરે બ્રહ્મા પાસે બીજની કલાનો ચંદ્ર લલાટના ભૂષણરૂપે માગી લીધો.