ભાગ · અધ્યાય ૪૭૩

માગશર સુદ ત્રીજના વ્રતથી મલયગંધીને ત્યાં તેજસ્વી પુત્રનો જન્મ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે અમિત્રજીત રાજા માયાના દોષથી રહિત મહાન વૈષ્ણવ ભક્ત હતો. હે પ્રભાનાથ, પાર્વતીનાથ, અક્ષરેશ, રાધેશ, કંભરેશ એમ સતત ભજન કરતો. રાજાના મહેલમાં શ્રીહરિની કથા વિના બીજી વાત સંભળાતી જ નહીં. તેના રાજ્યમાં બાળકો, યુવાન, વૃદ્ધો, સ્ત્રીઓ, પશુઓ પણ હરિવાસર દિવસે ભોજન લેતા નહીં. તે રાજાને ત્યાં નારદજી આવ્યા. રાજાએ પૂજા કરી. નારદ કહે, રાજા જે નિષ્કામભાવે ભક્તિ કરે છે. તેની પર સદા શ્રીહરિ પ્રસન્ન રહે છે. એવા પ્રભુએ મને તારી પાસે મોકલ્યો છે. ચંપાપુરીનો રાજા વિદ્યાવરની પુત્રી મલયગંધીને, કંકાલકેતુ દાનવ લઈ ગયો છે. તે કન્યા તને આપવાના છે. માટે કૃષ્ણભક્તા ને કન્યાનું રક્ષણ કર. વિદ્યાધર તો ત્યાં ગયો. શ્રીકૃષ્ણનારાયણનું ભજન કરતો કન્યા પાસે આવ્યો અને કન્યા પાસે રહેલ ત્રિશૂલથી દાનવનો નાશ કર્યો. કન્યા પ્રસન્ન થઈ કહે, તમે મહાન ભક્ત છો. તેથી મારું પાણી ગ્રહણ કરો. ત્યાં નારદે આવી બન્નેના લગ્ન કર્યા. વિદ્યાધરરાણીએ કાશીમાં આવી વાસ કર્યો.

ત્યાં રાણીએ પુત્ર માટે માગશર સુદ ત્રીજનું વ્રત કરી પ્રભુનું પૂજન, ધૂન, કિર્તન, ઉત્સવ જાગરણ કર્યા. બીજે દિવસે સાધુ બ્રાહ્મણને ભોજન કરાવી હજારો ગાયો દાનમાં આપી અને પાર્વતી, લક્ષ્મી, સાવિત્રી દેવીનું પૂજન ધુન, કિર્તન, ઉત્સવ જાગરણ કર્યા. બીજે દિવસે સાધુ, બ્રાહ્મણને, ભોજન કરાવી હજારો ગાયો દાનમાં આપી. ત્યાં પાર્વતી, લક્ષ્મી, સાવિત્રી પ્રગટ થઈ દર્શન આશિર્વાદ આપી અદૃશ્ય થયા. પછી રાજાની પતિવ્રતા રાણીને વિષ્ણુના અંશસમાન પુત્ર થયો. સ્તનપાન વિના સોળ વર્ષનો યુવાન હોય તેવો તેજસ્વી પુત્ર જોઇ રાજા-રાણી પ્રસન્ન થયા. પછી તે પુત્રે કાશીમાં શંકરની ભક્તિ કરી પ્રસન્ન કર્યા. શંકર કહે, વરદાન માંગ. કુંવર કહે, તમે મારા નામથી વિરવીરેશ્વર નામે પ્રસિદ્ધ થાવ અને મને ગોલોક ધામની પ્રાપ્તિ કરાવો. શંકરે “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય સ્વાહા” એ મંત્ર આપી ભજન કરાવી તેની પત્ની સાથે તેને ગોલોક ધામની પ્રાપ્તિ કરાવી.