બ્રહ્મચર્ય ધર્મનું મહાત્મ્ય
શ્રીનારાયણ કહે : બ્રહ્મચર્ય સમાન એકેય ધર્મ નથી. યજ્ઞવ્રત, દાન-પુણ્ય, તપ, જપ, નિયમ જેટલા સાધનો છે તે સર્વે સાધનો બ્રહ્મચર્ય વ્રતમાં આવી જાય છે. બ્રહ્મચર્ય વ્રતવાળાને આ બ્રહ્માંડમાં એવી કોઇ વસ્તુ નથી જે પ્રાપ્ય ન થાય. અહિંસા, સત્ય, અસ્તેય, શૌર્ય, સંતોષ, સ્વાધ્યાય, આસન, પ્રાણાયામ, પ્રત્યહાર, ધ્યાન, ધારણા, સમાધિ સર્વે બ્રહ્મચર્ય વ્રતમાં આવી જાય છે. તત્ત્વજ્ઞાન, અષ્ટસિદ્ધિ, નવનિધિ, બ્રહ્મચારીને પ્રાપ્ત થાય છે. બ્રહ્મચારીને ઇન્દ્રપદ, બ્રહ્માનુંપદ, વૈરાજપદ, અવ્યાકૃતધામ, અમૃતધામ, વૈકુંઠ, ગોલોક વગેરે સર્વે ધામોની પ્રાપ્તી થાય છે. બ્રહ્મચર્યથી હનુમાન, કાર્તિક બ્રહ્મભાવને પામેલા છે. ધર્મપિતા નરનારાયણને કહે, હે પુત્રો તમે બ્રહ્મચારી રહી તપ કરો. બ્રહ્મચારીની પૂજાથી, ભોજન કરાવવાથી, દર્શનથી, સ્પર્શથી, સેવાથી, નમસ્કારથી, જલપાનથી, પાસે વાસ કરવાથી પરબ્રહ્મની સેવા થાય છે. બ્રહ્મચારીના ઇંન્દ્રિયો અંત:કરણમાં પરબ્રહ્મનો નિવાસ છે. તેથી કાર્તિકે તપ કરી શિવ-પાર્વતીને રાજી કર્યા.