જૂનાગઢમાં નારાયણધરો અને સ્વર્ણરેખા નદીની ઉત્પત્તિ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, હું બ્રહ્માના દરેક કલ્પમાં પ્રગટ થાઉં છું. વેંકટાચળમાં વરાહરૂપે હતો ત્યારે દક્ષિણનો રાજા શંખ નામે મારો પરમ વૈષ્ણવ ભક્ત હતો. તે પોતાનો પુત્ર વ્રજને રાજ્ય આપી વેંકટાચળ આવી લક્ષ્મીનારાયણ સંહિતાની કથા સાંભળી મારા સાક્ષાત દર્શન પામ્યો. તે વેંકટાચળના સુવર્ણ મુખરી તીર્થમાં માતા અંજલિએ તપ કરી પુત્ર હનુમાનને પ્રાપ્ત કર્યો. એકવાર વેંકટાચળ ઉડીને મેરુપર્વત પાસે જતો હતો. ત્યારે તેના ખખડાટથી ઘણા જીવોનો નાશ થયો. તેથી સર્વેની પ્રાથર્નાથી વરાહ ભગવાનના કહેવાથી ઇન્દ્રે પર્વતોની પાંખો કાંપી નાખી. એકવાર વેંકટ જન્માષ્ટમીએ કુસ્થલી ગોમતીમાં ન્હાવા ગયો. ત્યારે ગીરનારમાં રહેતા નારાયણ નામે બ્રાહ્મણ અને તેની પત્ની પતિવ્રતા સ્વર્ણરેખા તેની પ્રાર્થનાથી વેંકટાચળ ગિરનારમાં જ રોકાઇ ગયો અને તે પતિવ્રતા સ્વર્ણરેખા તે નદીરૂપે થઈ. તેનો પતિ તે નારાયણ ધરો થયો. આ રીતે જુનાગઢના તિર્થો સર્વે અવતાર તથા અવતારી એવા પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણના યોગથી તેમજ દેવો, ઋષિ-મુનિઓ, સતી, સાધ્વીઓ, પતિવ્રતાઓ, મહાવૈષ્ણવ, ભગવદ્ ભક્તોથી પવિત્ર થયેલા છે.