ભાગ · અધ્યાય ૪૯

ઇન્દ્રએ વૃત્રાસુરનો નાશ કર્યો

શ્રીનારાયણ કહે : પછી ઇન્દ્રાદિ પછી દેવો વૃત્રાસુર સામે લડવા ગયા. શ્રીહરિએ દેવોની સહાય કરી. ત્યારે વૃષાસુર ઇન્દ્રને કહે : તારી સાથે વિષ્ણુ ઊભા છે. તેથી હું મરીશ તોય મારું કલ્યાણ થશે. અને જીતીશ તો સ્વર્ગ મળશે. અને મારા ત્રિશૂળથી તું મરીશ તો તને પણ સ્વર્ગની પ્રાપ્તિ થશે. માટે લડાઇ કર. પછી ઇન્દ્ર વૃત્રાસુરના પેટમાં જઇ વજ્રથી તેના આંતર કાપી નાખ્યા તો પણ ઇન્દ્રને બ્રહ્મહત્યાઓ લાગી હતી. તે દુ:ખ આપતી. પછી ઋષિઓએ કહ્યું - બ્રહ્મહત્યારો ગાય, માતા, પિતા, ગુરુ, બાળક, સ્ત્રીની હત્યા કરનારો યજ્ઞથી શુદ્ધ થાય છે. પછી ઇન્દ્ર અશ્વમેઘ યજ્ઞ કરી પાપરહિત થયો. વૃત્રાસુરનો નાશ થયો તેનો આત્મા વિષ્ણુમાં લીન થયો.