ભાગ · અધ્યાય ૩૦

ગ્રહસ્થોને મોક્ષ માટેનાં ઉપાયો

લક્ષ્મીજી પૂછે છે : હે પ્રભુ, તમે કહ્યા એવા ચિહ્નોવાળા અવતારો - અંશો તથા તમારા સદ્ગુણોવાળા સાધુ-સાધ્વીનો પણ યોગ ન મળે દર્શન ન થાય ત્યારે ગૃહસ્થોનો મોક્ષ કઇ રીતે થાય ? ગૃહસ્થ ધર્મ તો ખોટું બોલવું, કપટથી ભરેલો છે, સ્વાર્થવાળો છે, મલીન છે. કુટુંબ માટે અન્ન, ધન, વસ્ત્ર, વાહન મેળવવા જ ગુંથાયેલો હોય છે માટે સાધુ સંગ વિના મોક્ષ કેમ થાય ? માયાના રાગ દ્વેષ, નિંદા, વેર, નાસ્તિકતા વગેરે અનેક દોષોમાં રહેલા ગૃહસ્થોને દાનથી પુણ્ય થાય. પુણ્યથી સાધુનો સમાગમ મળે. તે દાન ઘણા કહ્યા છે. તેમાં પુણ્યથી સારી પત્ની મળે, તપથી સારો પતિ મળે, દાનથી સારો પુત્ર મળે, દક્ષિણાથી સમૃદ્ધિ મળે, ઘી દાનથી નેત્રોની તેજસ્વિતા પ્રાપ્તિ થાય, પ્રયત્ન વિદ્યાથી સિદ્ધિ મળે, યજ્ઞથી સ્વર્ગ, સત્કાર્યથી કીર્તિ, સેવાથી સ્વામી વશ થાય, આ બધું મળવા છતાં સાધુ-સાધ્વીનો સમાગમ મળવો દુર્લભ છે. તેથી મેં મારી મૂર્તિમાંથી પતિવ્રતાપણુ પૃથ્વીમાં સ્થાપન કર્યું છે.

સર્વ દેવો મારામાં રહ્યા છે. તીર્થો મારામય છે. તે કન્યારૂપે બહાર આવ્યા. તેમાં મે સર્વે પવિત્રપણું મૂક્યું. કન્યાએ કહ્યું, હે સ્વામિનારાયણ મારે શું કાર્ય કરવું ? પ્રભુએ કહ્યું - રાધા, રમા, લક્ષ્મી સમાન સતીમાં, નારીમાં પતિવ્રતામાં તારે વાસ કરવો, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ભક્તિવાળા ગૃહમાં વાસ કરવો, દાન-પુણ્ય સત્કાર્ય યજ્ઞ ષટ્કર્મ આત્મનિવેદિ ભક્ત સાધુ- સાધ્વીમાં તારે વાસ કરવો. પતિવ્રતા સ્ત્રીઓના શારીરિક દોષો તે પોતાને બાધ કરતા નથી. પતિવ્રતાના બધા સ્વભાવો પતિના સુખને માટે હોય છે.