ભાગ ૧ · અધ્યાય ૪૨૯
શ્રીકૃષ્ણે રાધાજી અને ગોપીઓનો મહિમા કહ્યો
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ગોલોકમાં રાધાજી સખીઓ સાથે સરોવરમાં સ્નાન કરવા ગયા. ત્યાં કાંઠે પગ લપસ્યો ને પડી ગયા. યમુના હસવા લાગી. રાધા કહે, મારી મશ્કરી કરે છે. જા પૃથ્વી પર નદીરૂપે થા. યમુના કહે, વગર વાંકે શાપ આપો છો તો તમે પણ પૃથ્વી પર જન્મ લ્યો. ત્યાં કૃષ્ણ ભગવાન આવી કહે, તમારા વિના હું ગોલોકમાં રહી શકીશ નહીં. માટે મારે પણ પૃથ્વી પર અવતાર ધારણ કરવો પડશે. હે યમુના, તું કલીંદ રાજાની કન્યા થઈ મને વરીશ. આ રાધા પણ ત્યાં આવશે. રાધા તે હું છું હું છું તે રાધા છે. મન, વચન, કર્મથી, આત્માથી, જે પતિવ્રતાની ભક્તિ મારે વિષે કરે છે તે પણ રાધા સમાન થઈ શકતી નથી. એ રીતે શ્રીકૃષ્ણ ભગવાને રાધાજીનો તથા ગોપીઓનો મહિમા કહ્યો.