ચિંતામણીની પ્રાપ્તિ માટે દુર્જય રાજાનું યુદ્ધ - નૈમિષારણ્યક્ષેત્રની ઉત્પત્તિ
આ અધ્યાય 530–531 સંયુક્ત છે
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે સત્યુગમાં સુપ્રતિક રાજાને બે રાણીમાં દુર્વાષાના આશિર્વાદથી બે પુત્ર થયા. દુર્જય અને સુદ્યુમી. બે પુત્રોમાં દુર્જયને ગાદી પર બેસાડી રાજા તપ કરવા ગયો. દુર્જય સૈન્ય લઈ પૃથ્વીના રાજાને જીતી સમ્રાટ થયો. પછી નારદના કહેવાથી ઈન્દ્ર સાથે યુદ્ધ કર્યું. શંકરે આપેલા ત્રિશૂલથી ઈન્દ્રાદિદેવોને જીતી લીધા. ત્યાં બે દૈત્યો વિદ્યુત-સુવિદ્યુત કહે, અમારી સાથે યુદ્ધ કર અથવા સ્વર્ગનું રાજ્ય આપ. તેની સાથે સંધી કરી સ્વર્ગનું રાજ્ય દૈત્યને આપ્યું.
એકવાર દુર્જય રાજા સૈન્ય સાથે જંગલમાં ફરવા નીકળ્યો. ત્યાં હિમાલયમાં અનેક ઋષિઓથી સેવાયેલા ભગવત ભક્ત ગૌરમુખ ઋષિનો આશ્રમ હતો. તેમાં ઋષિઓ અનેક કુમાર કુમારીઓને વેદશાસ્ત્રનો અભ્યાસ કરાવતા હતા. ત્યાં દુર્જય રાજા દર્શને આવ્યો. ગૌરમુખ ઋષિએ સત્કાર કરી રાજાને કહ્યું, તમારા અનુચરોને સૈન્ય સહિત સર્વને ભોજન કરાવશું.
તમે
આરામ
કરો
ફરો.
એમ
કહી
ગૌરમુખ
ઋષિએ
ધ્યાનમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણનું સ્મરણ કરી ગંગામાં સ્નાન કરી પ્રભુની સ્તુતિ કરી. હે પ્રભુ તમે ભક્તોનું રક્ષણ કરનારા છો. સર્વને ભોજન આપી તૃપ્તિ પમાડનારા છો. આ રાજા અતિથિરૂપે આવ્યો છે તેનું ભોજન સત્કાર કરો.
સ્તુતિથી પ્રસન્ન થયેલા શ્રીહરિએ દિવ્ય દર્શન આપી અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર અને ચિંતામણિ આપી અદૃશ્ય થયા. ગૌરમુખ ઋષિ ચિંતામણિથી હજારો લાખો મહેલ બગીચા સર્વે સમૃદ્ધિ દાસ-દાસી સર્વે તૈયાર થયું. ગજશાળા, અશ્વશાળા, ગૌશાળા, ભોજનશાળા વગેરે રાજા કરતા સોગણી સુવિધા જોઈને રાજા આશ્ચર્ય પામ્યો. ખાવું, પીવું, ગીત, સંગીત નૃત્ય વગેરેથી રાજાની સેવા કરી. સંપત્તિનું કારણ ચિંતામણિ છે. એવું જાણી દુર્જય રાજાએ ગૌરમુખ ઋષિ પાસે ચિંતામણિની માંગણી કરી. ઋષિ કહે, રાજા દાન આપનારો છે અને બ્રાહ્મણ દાન લેનારો છે તેને બદલે તું પૃથ્વીનો સમ્રાટ થઈને ગોલોકનો રાજા થઈને બ્રાહ્મણ પાસે મણિની યાચના કરે છે. આવી તારી દરીદ્રતા, અજ્ઞાની સંતુષ્ટિ, અનુતૃષ્ણવાળાને ક્યારે પણ શાંતિ થતી નથી. રાજા રાજ્યમાં આવી દૂતને મોકલ્યો. ઋષિનો ચિંતામણિ લઇ આવ. ત્યાં મણિમાંથી કરોડો શસ્ત્રોવાળું સૈન્ય બહાર આવ્યું. રાજાને ખબર પડી એટલે સૈન્ય લઇ લડવા ગયો. ભયંકર યુદ્ધ થયું. રાજાનું પંદર અક્ષૌહીણી સૈન્ય નાશ પામ્યું. ત્યારે દૈત્યોનું ત્રીશ અક્ષૌહીણી સૈન્ય પૃથ્વીને કાપતું આવ્યું. યુદ્ધ થયું. લોહીની નદી ચાલી ત્યારે ગૌરમુખ ઋષિએ અનાદિશ્રીકૃષ્ણનારાયણને સંભાર્યા. પ્રભુ ગરૂડ પર બેસી આવ્યા.
ઋષિ કહે, પ્રભુ આ દૈત્ય સૈન્ય અને દુર્જય રાજાનો નાશ કરો. પ્રભુએ સુદર્શનચક્રથી સર્વેનો નાશ કર્યો. જે વનમાં નાશ થયો તે વન નૈમિષારણ્ય નામથી પ્રસિદ્ધ થયું. દુર્જેયનો પ્રભુમાં લય થયો. પછી પ્રભુ મણિ લઇને અદૃશ્ય થયા. ગૌરમુખ ઋષિ ત્યાંથી તીર્થ કરવા નીકળ્યા. પ્રભાસ સમુદ્રમાં સ્નાન કર્યું. રૈવતાચળ દામોદર નારાયણધરામાં સ્નાન કરી અશ્વપટ સરોવર, કુંકુમવાપી આવ્યા. ત્યાં અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કર્યા. લોમશઋષિના દર્શન કર્યા. માર્કન્ડેયના દર્શન કરી પૂછ્યું, આ સર્વે મરેલા દૈત્યોનો મોક્ષ કેમ થાય ? માર્કન્ડેય મુનિ કહે, પ્રભુ અહીં બિરાજે છે, તેનો મંત્રજપ કરો તો સર્વની મુક્તિ થાય. ગૌરમુખ ઋષિએ અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર જપ કર્યો. વિમાનો આવ્યા. સર્વ દૈત્યોની શ્રાદ્ધ તર્પણ કરી મુક્તિ કરી પછી ગૌરમુખ ઋષિ પણ શ્રીહરિ સાથે વિમાનમાં બેસી ધામમાં ગયા.