ભાર્ગવી લક્ષ્મી દ્વારા નારાયણના નામના અર્થો
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, તું મારા કેટલા નામનો અર્થ જાણે છે. ભાર્ગવી લક્ષ્મી કહે : દુ:ખનો નાશ કરે અને ધામમાં લઇ જાય તે કૃષ્ણ શબ્દનો અર્થ. સંપત્તિ અને સન્માન અપાવે તે રામ શબ્દનો અર્થ. રમાની સાથે રમનારા તથા રમા જેમાં રમે છે તે રામ. મનુષ્યોના સમુદાયમાં વાસ કરનારા તે નારાયણ પાપને નાશ કરે તે નારાયણ. પાણીમાં વાસ કરે તે નારાયણ. નારા એટલે ભાર્ગવી લક્ષ્મી તેમાં વાસ કરનારા એવા મારા પતિ તમે શ્રીકૃષ્ણનારાયણ. હરિ ભક્તના દુ:ખને હરે તે હરિ. જ્ઞાન, શક્તિ, બલ, ઐશ્વર્ય, વિર્ય, તેજ આ છ ઐશ્વર્ય જેમાં હોય તે ભગવાન શબ્દનો અર્થ. ભક્તિરૂપી વૃક્ષનો અંકુર ભક્તના સંગથી ફૂટે છે અને વૃદ્ધિ પામે છે. હરિકથારૂપી અમૃતના સિંચનથી વૃદ્ધિ પામી મોક્ષરૂપી ફળ મળે છે. અભક્તરૂપી દીવાના અગ્નિથી તથા કંકાશથી અંકુર સુકાઇ જાય છે. બળી જાય છે. લક્ષ્મી કહે : તેથી અભક્તનો હું ત્યાગ કરું છું. જળમાંથી કમળ જેમ બહાર આવે છે તેમ તમારા કૃષ્ણ નામથી ભક્તનો ઉદ્ધાર થાય છે. હે પ્રભુ મારા ધન્ય ભાગ્ય છે. તમારા યોગથી કુંભરાલક્ષ્મી ધન્ય છે. ગોપાલકૃષ્ણ ધન્ય છે કે જેને ઘેર તમે અનાદિશ્રીકૃષ્ણનારાયણ વાસ કરો છો. સર્વે યજ્ઞો, સર્વે વ્રતો, સર્વે તિર્થો, સર્વે તપો, હજારો મંત્રપાઠ, સો વાર પૃથ્વીની પ્રદક્ષિણા કરે તો પણ તમારા અનાદિશ્રીકૃષ્ણનારાયણ નામના સોળમાં ભાગમાં ન થાય તેટલો તમારા નામનો મહીમા છે. માટે હે ભગવાન તમારા નામનું ભજન મારા હૃદયમાં રહો. શરીરથી, વાણીથી, મનથી, સર્વે કર્મેથી તમારી જ સેવા કરું. એટલું કહી ભાર્ગવી વિરામ પામી ત્યાં સર્વે સખી ભાર્ગવીને શણગારવા આવી.
નારાયણ સખા સાથે નર્મદા કાંઠે ફરવા ગયા. ત્યાં નારાયણની દિવ્ય પત્નીઓ આવી પ્રભાએ રત્નમાલા કંઠમાં આરોપી. પાર્વતીએ કમળ પુષ્પ આપ્યું. પદ્માએ ભાર્ગવીના બંને ચરણોમાં રંગ લગાવ્યો. માણીકીએ સિંદુર લગાવ્યું. પ્રભુની પત્નીઓ ભાર્ગવી લક્ષ્મીને પુષ્પો, કેશર, ચંદન વગેરે શણગારતી હતી. તે જ રીતે હજારો પ્રભુપ્રિયાઓ ચંપા, મંજુલા, રમા, દયા, શાંતા, જયા, અનીલા, શાંતિ, હૈમી, રતન, મુક્તા, દેવીપાનીકા, મૌકતી, કાંતિ, શિવા, મણી, દમી વગેરે ભાર્ગવીને શણગારતી હતી. ત્યાં અંતર્યામી શ્રીહરિ નર્મદા નદીથી ફરી આવ્યા. નારાયણની સર્વે પત્નીઓ પ્રભુને પગે લાગી. વર-વધુને એકાંત આપી બહાર આવી. તે સ્ત્રી કહેવાય છે જે પતિને પોતાનો ભાવના પ્રેમ આપે. તે પતિ છે જે પત્નીને પોતાનો સ્નેહ આપી પાલન કરે. ભમરો જેમ કમળમાં લોભાય છે. તેમ પતિવ્રતા પતિમાં લોભાય છે. દેડકાને કમળનો સ્વાદ નથી. વિણાનો સ્વાદ વગાડનારાને સંગીત જાણનાર છે, વીણાને નહીં. દૂધપાકનો સ્વાદ ભુખ્યાને છે, કડાયાને તાવીથાને નથી. ફળનો સ્વાદ ખાનારાને છે. તેમ પતિવ્રતા સ્ત્રી પતિની સેવાના સ્વાદને જાણે છે. તે જ રીતે પત્નીવ્રત પતિ એવા તમો અનાદિશ્રીકૃષ્ણનારાયણને પામીને મારો જન્મ સફળ થયો. ભાર્ગવીની ભક્તિ સ્તુતિ સાંભળી શ્રીહરિ કહે : ભાર્ગવી અક્ષર બ્રહ્મધામમાં મારી સાથે પતિવ્રતા ધર્મથી અનંતરૂપે લક્ષ્મીના સ્વરૂપો રહેલા છે. ગોલોકમાં રાધીકા સાથે હું ગોપીવેષે રાધીકા પતિ છું. વૈકુંઠમાં ચતુર્ભુજ નારાયણ લક્ષ્મી સરસ્વતી સાથે પણ હું જ છું. શ્વેતદ્વીપમાં ક્ષીર સમુદ્રમાં પણ લક્ષ્મી કમલા સાથે હું છું. નરનારાયણ સ્વરૂપે પણ હું છું.
અનાદિશ્રીકૃષ્ણનારાયણ કહે : લક્ષ્મી, મારા અવતારોનો જેમ કોઇ પાર પામી શકતો નથી. તેમ તું પણ મારી સાથે જ રહીને પણ તારા અંશાવતારની ગણી શકતી નથી. પદ્મા તું છે, રમા તું છે. જયા લલિતા તું છો, માણિકી કંભરા તું છો. મારા દર્શનના યોગમાં જે આવે તે સર્વે તારા અંશો છે.