ભાગ ૧ · અધ્યાય ૫૫
રેવતાચળ (ગીરનાર)ની ઉત્પત્તિ
શ્રીનારાયણ કહે : રૈવતરાજાએ નારદ સાથે વૈકુંઠ આવી શ્રીહરિની સ્તુતિ કરી કે, હે પ્રભુ તમે વ્યાપક સ્વરૂપે અંતર્યામીરૂપે બધે રહેલા છો તમને નમસ્કાર. હે પ્રભુ હું તમારે શરણે આવ્યો છું. તમારી જે ઈચ્છા હોય તે લોકના કલ્યાણ માટે મને આજ્ઞા કરો. શ્રીહરિએ રૈવત રાજાને વૈકુંઠની અણુ ભૂમિ આપી જ્યાં છીદ્ર છે ત્યાં મુકજે. રૈવત રાજા તે વૈકુંઠની અણુભૂમિને છીદ્રમાં મુકી, ત્યાં તો સ્થૂળતાને પામી તે ભૂમિકા પાતાળ સુધીના ખાડાને બૂરીને વિકાસ પામીને મણિથી સૌરાષ્ટ્ર પ્રદેશ થયો. તે આ અતિ પવિત્ર દેશ છે. તથા મણિ આપ્યો તે સ્થૂળતાને પામ્યો તે રૈવતાચલ થયો. તે રૈવત રાજાનો પુત્ર ખટવાંગ રાજા મહાન ભક્ત થયો. તેણે રાજ્યમાં જાહેર કર્યું, જે ભક્ત થાય તેનો કરદાણ માફ. માટે તેના રાજ્યમાં કોઇપણ અભક્ત ન હતા.