ધર્મદેવ દ્વારા અપ્સરા વર્ધિનીને પતિવ્રતા ધર્મનો ઉપદેશ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે ધર્મદેવ જનોના કલ્યાણ માટે ધર્મારણ્યમાં તપ કરતા હતા. તેની ઉપર રાફડા થઈ તે વૃક્ષ પણ થયા. ત્યારે ઈન્દ્રને એમ થયું ધર્મદેવ ઉગ્ર તપ કરે છે. શા માટે ? એમ વિચારી દેવો ભેગા થયા. વર્ધીની અપ્સરાને ધર્મદેવ પાસે મોકલી. અપ્સરા ધર્મદેવ પાસે આવી રાફડા પાસે જમીનવાળી સાફ કરી. ધર્મદેવે પૂછ્યું, તું શા માટે આવી છે ? વધિર્ની અપ્સરાએ કહ્યું કે, ઈન્દ્રે કહ્યું છે કે, ધર્મદેવ ઈન્દ્રાસન માટે તપ કરતો હોય તો તપમાં વિઘ્ન કરજે અને મનુષ્યોના કલ્યાણ માટે તપ કરતો હોય તો પુત્રી થઇને સેવા કરજે. પછી ધર્મદેવે વર્ધીને પતિવ્રતા સ્ત્રીના ધર્મ કહ્યા. જે સ્ત્રી પતિની સેવા કરી પતિની આજ્ઞામાં રહે છે તે આ લોકમાં સ્વર્ગસુખ ભોગવી અંતે ભગવાનના ધામને પામે છે. જે સ્ત્રી પતિની આજ્ઞામાં નથી રહેતી, સેવા નથી કરતી, પતિનો તિરસ્કાર કરે છે તે સ્ત્રી બીજે જન્મે કૂતરી, શિયાળવી, વળવાંગડી, ચિબરી, ચકલી, બિલાડી વગેરેના જન્મને પામે છે. જે સ્ત્રી કૃષ્ણનારાયણનું ભજન કરી પતિભાવે ભજે છે તે કુમારી હોય કે વિવાહીતા સધવા હોય કે વિધવા, બ્રહ્મચારી હોય કે યોગિની, સંન્યાસીની હોય કે વૈરાગી, રંડામુંડા ગમે તેવી હોય તે સર્વે મંગળરૂપ છે અને અનેકનું કલ્યાણ કરે છે. ધર્મદેવનો ઉપદેશ સાંભળીને વર્ધીની પિતા ધર્મદેવને પગે લાગી આશિર્વાદ મેળવીને સ્વર્ગમાં ગઇ.