ભાગ ૧ · અધ્યાય ૩૪૬
મથુરા-વૃંદાવન તીર્થયાત્રા મહાત્મ્ય
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, મથુરામાં વત્સકીઠન, ભાંડીર, વૃંદાવન, મલયાર્જુન, ભાડાહદ, અર્કકુંડ, વિમલકુપ, વિરસ્થલ, કુશસ્થલ, ગોપીશ્વર, સપ્ત સમુદ્ર, વસુફાલ્ગુન, વૃષભાંજન, તાલ, વન, સંપીઠક, વિમલોદકકુંડ, વગેરે તિર્થો કરી મથુરાની પ્રદક્ષિણા વિશ્રામ ઘાટે પૂરી થાય છે તથા મધવન, તાલવન, કુંદવન, કામ્યકવન, બહુવન, ભદ્રવન, ખાદીરવન, મહાવન, લોહાર્ગ વન, બિલ્વવન, ભાંડીરવન અને વૃંદાવન આ બાર વનની યાત્રા કરનારો ઇન્દ્રલોકને પામે છે. મારા ભક્તો મારે માટે યાત્રા કરીને મારા ધામમાં જાય છે.