ભાગ · અધ્યાય ૧૬૭

મહાકાલી દ્વારા શુંભ-નિશુંભ દાનવોનો વધ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ત્યાં શુંભ-નિશુંભ દાનવો આવ્યા. મહાકાલીને કહે : સુંદરી તું કોમળ છે. તને શસ્ત્રથી મારવામાં અમને શું લાભ. માટે તું અમારી પત્ની થઇ જા. તો અમને લાભ થાય. મહાકાલી કહે : હું તો યુદ્ધમાં મને જીતે તેને વરુ. યુદ્ધમાંથી ભાગી જાય તે નારી અથવા નપુંસક કહેવાય છે. તેવા નપુંસકને વરવામાં મને શું લાભ. આમ કહી તે મહાકાલીએ રક્તબીજને માર્યો. તે રક્તબીજના લોહીમાંથી અનેક રક્તબીજો થયા. દેવીએ તે બધાનો નાશ કર્યો. તે સમયે ચૌદભુવનમાંથી કરોડો-અબજો દેવીઓના સૈન્ય આવ્યા અને દૈત્યો-દાનવોની સાથે તે દેવીઓનું યુદ્ધ અસ્ત્રો-શસ્ત્રોથી ભયંકર થતું હતું. દેવીઓ બ્રહ્મા અને મહાકાળની આજ્ઞાથી દૈત્યોના કાળનો કોળિયો કરતી હતી.