અનાદિશ્રીકૃષ્ણનારાયણના તીર્થોનું રહસ્ય
શ્રીનારાયણ કહે : પૂર્વે મનુના પ્રિયવૃત્ત રાજા થયા તેના પુત્ર રૈવતરાજા થયા તે ધર્મપરાયણ ભક્તિવાળો હતો. તેને ત્યાં નારદજી આવ્યા. રૈવતરાજાએ આસન આપી પૂજા કરી પગે લાગ્યો અને કહ્યું, મારા ધન્ય ભાગ્ય તમારા દર્શન થયા. નારદ વીણા વગાડતા અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરતા રાજાને કહ્યું, તું ભગવાનની ભક્તિ કરે છે. તેથી તારી ઉપર લક્ષ્મીનારાયણ પ્રસન્ન થઇને મને તારી પાસે મોકલ્યો છે. તે હું તને પરમધામના પતિ અનાદિશ્રીકૃષ્ણનારાયણનું રહસ્ય કહેવા આવ્યો છું. તે ભગવાન આ પૃથ્વી પર જન્મ ધારણ કરવા માટે બ્રહ્મપ્રદેશને અહીં વાસ કરાવવા લાવવા ઈચ્છે છે. તેનું કારણ પશ્ચિમ સમુદ્રકાંઠે સો ગાઉનું છીદ્ર છે. નીચે પાતાળમાંથી દૈત્યો આવીને દેવતાઓને ત્રાસ આપે છે. તે છીદ્રને પુરીને તે અક્ષર પ્રદેશનું રાજ્ય રૈવતરાજાને આપવું. જ્યાં સોનરખ નદી -ઊર્જા નામની પ્રભુની પત્ની તે ઓજત નદી જ્યાં વાસ કરશે. જ્યાં ભાદર નદી પવિત્ર વહે છે, તથા જ્યાં લક્ષ્મીજીના લલાટનું કંકુ ખર્યું તે કુંકુમવાપી ક્ષેત્ર થશે. જ્યાં ખટવાંગ રાજા ભક્ત થશે.
જ્યાં સોમનાથ મહાદેવ વાસ કરશે. જ્યાં તલ નામે રાક્ષસના નાશથી તુલસીશ્યામ તીર્થ થશે. જ્યાં ગુપ્તપણે વાસ કરવાથી ગુપ્ત પ્રયાગ થશે. જ્યાં દત્તાત્રેય ભગવાને તપ કર્યું તે ત્યાં વાસ કરશે. જ્યાં ઉન્મત ગંગા વહેશે. જ્યાં જયા, લલિતા, રાધા, લક્ષ્મી પ્રગટ થશે. જ્યાં આનર્ત રાજા તપ કરશે. જ્યાં અનેક ચિહ્નોવાળા અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રગટ થશે. જ્યાં ગોપાલકૃષ્ણ, કંભરાલક્ષ્મી પ્રગટ થશે. જ્યાં મારા અંશો દેવાનીક પ્રગટ થશે. જ્યાં મારા અવતારો ઋષિઓ પ્રગટ થાય છે. જ્યાં મારું નક્કી સ્થાન રાજકોટમાં યુગલ લક્ષ્મીનારાયણ સ્વરૂપ સ્વયં અનાદિશ્રીકૃષ્ણનારાયણ સ્થાપન કરાશે. જ્યાં મારું અનાદિશ્રીકૃષ્ણનારાયણનું નિધન થશે તે સ્થાન દિવ્ય થશે. તે દ્વિપ દિવ્ય થશે. નારદજીએ કહ્યું, હે રૈવતરાજા, આ મેં તને લક્ષ્મીનારાયણનું તથા અનાદિશ્રીકૃષ્ણનારાયણનું રહસ્ય કહ્યું.