ભાગ · અધ્યાય ૨૬

ભક્તિના પ્રકારો અને મહિમા

શ્રીનારાયણ કહે : પરબ્રહ્મ શ્રીહરિમાં સ્નેહ સહિત સેવા તે ભક્તિ જાણવી. કામથી, ક્રોધથી, લોભથી, સ્વાર્થથી પણ ભગવાનમાં ભક્તિ તે મુક્તિ આપનારી છે. પતિભક્તિ, પત્નીભક્તિ, આત્મભક્તિ, દેશભક્તિ, દેવભક્તિ, આ બધા કરતા શ્રીહરિની ભક્તિ શ્રેષ્ટ છે અને મુક્તિ અપાવનારી છે. બ્રહ્માંડમાં તત્ત્વભેદથી ભક્તિ પોતાના દાસ-દાસીરૂપે અનેક સ્વરૂપે રહેલી છે. શ્રીહરિમાં પ્રેમપૂર્વક નવધા ભક્તિ, તે નવ વિના બીજા પણ ભક્તિરસના પ્રકારો છે. આરાધનાદાસી, પૂજાદાસી, નીરાજનાદાસી, પ્રદક્ષિણાદાસી, સ્તુતિદાસી, સમાધીદાસી, ધ્યાનદાસી, વંદના, ધારણા, પુષ્પાંજલિ. આ સર્વ દાસીઓ શ્રીહરિની મૂર્તિમાંથી પ્રગટ થયેલી છે. આ બધી બાર વર્ષની તેજસ્વી દિવ્ય કન્યાઓ રૂપે રહેલી છે.

બ્રહ્મા મારી આજ્ઞામાં રહ્યા છે માટે તેની આજ્ઞાભક્તિ, આરાધના, સાધનાભક્તિ, પૂજાસત્કારભક્તિ, આરતી રક્ષણ કરનારી ભક્તિ, પ્રદક્ષિણા, શરીર, ભગવાનને અર્પણ, સ્તુતિ ગુણગાનભક્તિ, સમાધી શ્રીહરિમાં લીનભાવ, વંદન ભક્તિ, પુષ્પાંજલિ, હૃદયનો પ્રેમ પુષ્પથી પ્રગટ થાય છે. માટે શ્રીહરિમાં અનંત પ્રકારની ભક્તિ કરનારા દેવો-ઇશ્વરો ઋષિ- મુનિઓ માનવો તામસી, રાજસી, સાત્વિકી તે સર્વે અંતે પરમપદને પામે છે.