ધન્વંતરી અવતાર પ્રાગટ્ય
આ અધ્યાય 78–80 સંયુક્ત છે
શ્રીલક્ષ્મીએ પૂછ્યું : પ્રભુ ધન્વંતરીની કથા કહો તેણે શું કામ કર્યું ? શ્રીનારાયણ કહે, પૂર્વે સત્યુગ પૂરો થયા પછી બ્રહ્માએ શ્રીહરિને પ્રાર્થના કરી, હે પ્રભુ તમે અણું રૂપે, રજ પિંડ, પથ્થર, વૃક્ષ, ફળફૂલ રૂપે તમે જ રહેલા છો. તો મનુષ્યના લાભને માટે ખેતીનું જ્ઞાન તથા ઔષધીનું જ્ઞાન આપો. શ્રીહરિએ પોતાનો આશ્રમ મેરુ પર્વત પર બનાવીને આયુર્વેદનું જ્ઞાન લખીને બ્રહ્મા-વિષ્ણુને આપ્યું. બ્રહ્માએ ઋષિ-મુનિ પિતૃ દેવો મનુષ્યોને તે આયુર્વેદનું જ્ઞાન આપ્યું.
શ્રીનારાયણ કહે : પૂર્વે બ્રહ્માના માનસપુત્ર અતિ તપ કરતા હતા. તપના તેજથી સર્વે દિશાઓ વ્યાપ્ત થઇ. બ્રહ્માએ તે તેજ ચંદ્રને આપ્યું. તેનાથી વૃક્ષવેલી ઔષધીઓ પોષણ પામે છે. તે ચંદ્ર દેવગુરુ બૃહસ્પતિની પત્ની તારામાં બુધની ઉત્પતિ કરી. બુધનો પુરૂરવા થયો. પુરૂરવાને ઉર્વશી અપ્સરામાં છ પુત્રો થયા. તેમાં મોટો આયુ.
શ્રીનારાયણ કહે : તે આયુનો પુત્ર નહુષ થયો. તેનો ભાઇ ક્ષત્ર વૃદ્ધ તેના વંશમાં ભગવાન ધન્વંતરી થયા. તે કાશીના રાજા હતા. આયુર્વેદનો પ્રચાર કરવા આવ્યા. અને ત્રીજો અવતાર સમુદ્રમાં થયો. ધન્વંતરીના આ રીતે ત્રણ અવતાર થયા. તે ધન્વંતરીની ચોથી પેઢીએ દીવોદાસ પરમ વૈષ્ણવભક્ત થયો. તેણે કાશીમાંથી શંકરને રજા આપી. લક્ષ્મીજી કહે : કાશી તો શંકરની રાજધાની કહેવાય. છતાં પણ દીવોદાસે શંકરને કાશીમાંથી કેમ રજા આપી ?