ભાગ · અધ્યાય ૪૩

તારાઓની ઉત્પત્તિ અને ચંદ્રક્ષય

સૂર્યનું અતિ તેજ જોઇ બ્રહ્મા ભય પામ્યા. આ સૂર્ય બ્રહ્માંડને બાળી નાખશે. ફરી એમ વિચારી શ્રીહરિને પ્રાર્થના કરી. તેથી શ્રીહરિએ પોતાના ડાબા નેત્રથી શીતલ તેજ પ્રગટ કર્યું. તે ઠંડું અમૃત વર્ષાવનારું હતું. તેમાંથી અબજો કણો થયા. તે બધા તારાઓ થયા. તે ચંદ્રને પોષણ આપવા માટે સૂર્યનું કિરણ ચંદ્રને પુષ્ટિ આપે છે. તે ચંદ્ર પક્ષપાતથી તેજમાં ક્ષયવાળો થયો. લક્ષ્મીજીએ પૂછ્યું : ચંદ્ર ક્ષયવાળો કેમ થયો ? શ્રીનારાયણ કહે : બ્રહ્માના માનસપુત્રો દક્ષ પ્રજાપતિ તે દક્ષની માનસ કન્યાઓ સતાવીશ જે નક્ષત્રો છે તે ચંદ્રને આપી. ચંદ્ર રોહિણી પત્ની પ્રત્યે વધારે સ્નેહ રાખતો તેથી ચંદ્રની બીજી પત્નીઓએ પિતા દક્ષને પક્ષપાતની ફરિયાદ કરી. દક્ષ પ્રજાપતિને દીકરીઓની ફરિયાદ સાંભળીને ઘણું દુ:ખ થયું.