ભાગ · અધ્યાય ૪૨૨

શ્રીરામની કૃપાથી પંપાસરોવર અને શબરી તીર્થરૂપ થયા

શ્રીનારાયણ કહે : એકવાર ગોલોકમાં રાધીકાએ ક્રોધ કરી ગંગા અને સરસ્વતીને શાપ આપ્યો કે, તમે પૃથ્વી પર જાવ. ત્યારે કૃષ્ણપત્ની શબરીને પંપા કહે, માતા તમે ક્રોધ ન કરો. રાધીકાજી કહે, મારા વિના કોઇ સખી કૃષ્ણ સાથે ફરશે તેને પૃથ્વી પર જાવું પડશે. એમ કહીને શબરીને પંપાને પણ શાપ આપ્યા કે, તમે પણ પૃથ્વી પર જન્મ પામો. રામચંદ્રજી અવતાર ધારણ કરી વનમાં જશે. ત્યારે તમારો ઉદ્ધાર કરશે. તે કૃષ્ણપત્ની શબરી દક્ષિણમાં ઋષ્ટામુક પર્વતના જંગલમાં તપ કરતી હતી અને પંપા તે સરોવરરૂપે રહીને તપ કરતી હતી. જ્યારે શ્રીરામ પ્રગટ થઇને વનમાં ગયા ત્યારે સીતાને રાવણ હરી જવાથી રામલક્ષ્મણ સીતાને શોધતા પંપા સરોવર કાંઠે તપ કરી. મતંગ શીષ્યા શબરીને પંપા બન્નેએ રામ પ્રભુની પૂજા કરી. વન ફળો જમાડીને સ્તુતિ પ્રાર્થના કરી કે, હે પ્રભુ આજ તમારા દર્શનથી અમોને અતીતૃપ્તિ થાય છે. આ જ અમારા જન્મનું તપનું ફળ અમને મળ્યું છે. એમ કહીને પ્રભુને પાણી પાયું. ફળો જમાડ્યા પછી રામ પ્રભુ ટુંક સમય રહી કિષ્કિંધા ગયા પછી શબરી અને પંપાએ દેહ ત્યાગ કરી. પ્રભુની પાસે ગોલોક ધામમાં ગયા.

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, મારા અવતાર અવતારીણી એવી લક્ષ્મીના અનંત અવતારો જનોના કલ્યાણ માટે થાય છે. તે જ્યા જ્યા જન્મ ધારણ કરે છે. ત્યાં સર્વે તીર્થરૂપ થાય છે. એ જ રીતે પંપા સરોવર અને શબરી તીર્થરૂપ થયેલા છે.