ભાગ · અધ્યાય ૧૬૫

મહિષાસુરની પત્ની કુંઢી દ્વારા કાત્યાયનીને શાપ

શ્રીનારાયણ કહે : મહિષાસુરની પત્ની કુંઢી તેણે કાત્યાયનીને શાપ આપ્યો - તું પણ મારી જેમ વિધવા થઇ અગ્નિમાં બળીશ. દેવીને દુ:ખ થયું. બ્રહ્માએ કહ્યું, જે થવાનું છે તે થશે. દક્ષના યજ્ઞમાં શંકરનો ભાગ અને આસન દક્ષે કાઢી નાખ્યા. મહાન પુરુષોને માનહાની થાય તે મરણ સમાન છે. સતીને યજ્ઞમાં શંકરનું આસન નહીં જોવાથી તે યજ્ઞમંડપમાં જ યોગ અગ્નિ પ્રગટ કરી દેહને બાળી દીધો. શાપ નિવારણ થયો. ત્યાં કશ્યપની પત્ની દનુ તેના ત્રણ પુત્ર શુંભ, નિશુંભ, અનમુચી. તેમાંથી શુંભ, નિશુંભ પોતાના ભાઇઓને મહિષાસુર વિગેરેને કાત્યાયીની દેવીએ માર્યા છે. એવું સાંભળીને વેર લેવા વિંધ્યાચલ પર્વતમાં આવ્યા. ત્યાં દેવો પણ પાર્વતીજી પાસે જઇને કહ્યું, અત્યારે દાનવોનું જોર વધી ગયું છે. તેથી દેવોને પીડા કરે છે.