ભાગ · અધ્યાય ૪૨૩

સતી ચિત્રલેખા અનેક જન્મે પણ ફરી નારાયણને પતિભાવે પામી

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે મારા અંશરૂપ ઋષભદેવ પૃથ્વી પર આવી ભરતને રાજ્ય સોંપી વનમાં ગયા. ત્યાં તપ કરી પરમહંસના ધર્મસ્થાપન કરી વૈકુંઠ ગયા. ભરતનો પુત્ર શતશૃંગ તેનો પુત્ર ઈન્દ્રદ્વીપ વગેરે આઠ તથા એક પુત્રી ચિત્રલેખા તે ગોલોકથી રાધાજીના શાપથી પૃથ્વી પર આવીને પ્રભુની નવધા ભક્તિ કરતી. પ્રભુનું પૂજન કરી નૈવેદ્ય ધરી ભોજન કરી. આત્મનિવેદી ભક્તા બની. અને કૃષ્ણનારાયણના સાક્ષાત દર્શન પામી અને પ્રભુએ આપેલો પ્રસાદ જમતી. તે ચિત્રલેખા રાધાજી સાથે વઢવડે થતા શાપ આપ્યો. તું જા બકરીના મુખવાળી થા. તેને આકાશ માર્ગે આવતા જોઇ સમુદ્ર મોહ પામ્યો. તેની પાછળ ગયો. તે કન્યા બકરીનું રૂપ લઇ જંગલમાં જઇ મહી નદી કાંઠે જ્યાં કુદીને પાણીમાં પડવા ગઇ ત્યાં વૃક્ષમાં માથું ભરાઇ ગયું. શરીર પડી ગયું.

તે બીજે જન્મે સિંહલદ્વિપમાં શતશૃંગ રાજાની પુત્રી ચિત્રલેખા થઈ. પણ મુખ બકરીનું પ્રજા સર્વે જોઇ આશ્ચર્ય પામીને અજામુખી માયા જાણીને તેને પુજવા લાગ્યા. મોટી થતા માતાપિતાને પૂર્વે વૃતાંત કહ્યું. માતા પિતાએ સેવકો આપીને સ્તંભ તીર્થ મહી નદી કાંઠે મોકલી ત્યાં તપ કરી પ્રભુ પ્રસન્ન કર્યાં. પ્રભુએ કહ્યું, જ્યારે હું વૃંદાવનમાં પ્રગટ થઈ. ત્યારે મારો પુત્ર અનિરુદ્ધ એની ઉષા સખી તું ચિત્રલેખા થઇશ. ત્યારે મારો યોગ થશે. ત્યારપછી ફરીથી પાંચ હજાર વર્ષ જશે ત્યારે કૃષ્ણનારાયણ થશે ત્યારે તું મંજુલા નામે શ્રીહરિની પત્ની થઇને ગોલોકને પામીશ. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, આ રીતે શ્રીહરિમાં પ્રીતિવાળી પતિવ્રતા, સતી, સાધ્વી અનેક જન્મે પણ ફરી શ્રીહરિને જ પતિભાવથી ભજે છે ગ્રહણ કરે છે.