શ્રીકૃષ્ણનારાયણની ભક્તિથી વિશ્વકર્માને ચોસઠ કળાઓ પ્રાપ્ત થઇ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, બ્રહ્માના પુત્ર વિશ્વકર્મા ઉપવિત લીધા પછી ગુરુ પાસે વેદનો અભ્યાસ કરતા. ગુરુસેવા કરતા હતા. એકવાર ગુરુ કહે, સર્વે ઋતુમાં અનુકૂળ પડી ન જાય એવી પર્ણકુટી બનાવ. વિશ્વકર્મા કહે, સારું. ઋષિપત્ની કહે, મારા માટે એક વલ્કલનું વસ્ત્ર બનાવ. જે પહેરવાથી બીજા વસ્ત્રની જરૂર ન પડે. ગુરુપુત્ર કહે, મારે માટે પાદુકા બનાવજે પહેરીને પાણીમાં, પૃથ્વીમાં ચાલી શકાય. ગુરુપુત્રી કહે, હાથીદાંતના ઘરેણાં, ઘરના રસોઇના સર્વે સાધનો બનાવી આપ. વિશ્વકર્માને કંઈ ન આવડતું હોવાથી વનમાં ગયો. તપસ્વી મળ્યો. તેને કહ્યું, તું શંકર પાસે જા તપ કર. વિશ્વકર્માએ ત્રણ વર્ષ તપ કર્યું. શંકર પ્રસન્ન થઈ કહે, શ્રીકૃષ્ણનારાયણનો મંત્ર ગ્રહણ કર તો તને સર્વ જ્ઞાન થશે. એમ કહી શંકરે “ૐ શ્રીકૃષ્ણનારાયણ સ્વામિને નમ:” એ મંત્ર આપી કહ્યું હવે કૃષ્ણ કૃપાથી તને સર્વે કળાઓ પ્રાપ્ત થશે. એમ કહી શંકર અદૃશ્ય થયા. શ્રીકૃષ્ણનારાયણની ભક્તિથી વિશ્વકર્માને ચોસઠ કળાઓ પત્નીરૂપે વરી અને વિશ્વકર્માએ ગુરુના સર્વ કાર્યો કર્યા. તે સર્વે કળાઓ વિશ્વકર્માને શ્રીકૃષ્ણનારાયણ જાણીને પ્રભુનું ભજન કરતી. તેને પણ પ્રભુએ દર્શન આપી આશિર્વાદ આપ્યા.