ભાગ ૧ · અધ્યાય ૨૧૮
દ્વારકાપુરીનું વર્ણન
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, તે દ્વારકાપુરની રચના એવી દિવ્ય હતી કે સર્વે ઇશ્વરો, દેવો દર્શન કરવા આવતા. હીરામણી રત્નોથી શોભતા મહેલો, અનેક ફળ-ફૂલોથી ભરપુર વૃક્ષોથી શોભતી દિવ્ય સરોવરોથી રમણીય દેખાતી તે નગરીને જોઇને આશ્ચર્ય પામતા. પછી શ્રીકૃષ્ણ પ્રભુએ સર્વે ઇશ્વરો, દેવો, ઋષિ, મુનિઓને બોલાવી સર્વેનો સત્કાર કરી, ઋષિ- મુનિઓની પૂજા કરી દ્વારકામાં વાસ કરતા હતા. અને કળિયુગના મનુષ્યોના કલ્યાણ માટે તે દ્વારિકા તીર્થરૂપ કરતા હતા.