ભાગ · અધ્યાય ૪૪૫

દેવગુરુ બૃહસ્પતિ અને ગુરુપત્નિ તારાએ કર્મોનું ફળ ભોગવ્યું

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, બ્રહ્માના અત્રિ તેનો પુત્ર ચંદ્ર તે એકવાર ગંગામાં સ્નાન કરતી તારાને જોઇ મોહપામી કહે, તું મારી મનોકામના પૂર્ણ કર. ગુરુપત્ની તારા કહે, હું દેવગુરુ બૃહસ્પતિની પત્ની પતિવ્રતા છું. તારી માતા સમાન થાઉં માટે એવો દુષ્ટ ભાવ મારામાં કરીશ તો તું પાપવાળો ને રોગવાળો થઈશ. તો પણ ચંદ્ર બળાત્કારથી તારાને સ્વર્ગમાં લઈ જઈ પત્નિવ્રત ભંગ કર્યું. તારા એ સૂર્યને, ધર્મને, વાયુ, અગ્નિને સાક્ષી રાખી પાણી હાથમાં લઇ ચંદ્રને ભસ્મ કરવા ગઇ ત્યાં આકાશવાણી થઈ તારા શાપ ન આપતી. સર્વે પોતાનું કર્મફળ ભોગવે છે. તું તારાં પિતાને ઘરે દશ વર્ષની હતી ત્યારે કૂતરીના મૈથુનને લાકડી મારી છુટા પાડ્યા હતા ત્યારે કૂતરીએ શાપ આપ્યો હતો. તેનું આ ફળ ભોગવવું પડ્યું. તેથી જે મનુષ્ય પશુ, પક્ષી કોઇ પ્રાણીના મૈથુન સુખમાં વિઘ્ન કરે તેને પતિ-પત્નીનો વિયોગ થાય છે. અથવા મહારોગ થાય છે. હે તારા, બૃહસ્પતિએ મોટાભાઇ ઉથીપની પત્ની બળાત્કારથી ભોગવી તેથી તેને પણ પાપ થવાથી તારે આવુ ફળ મળ્યું. માટે તું ચંદ્રને શાપ ન આપીશ. પરંતુ ચંદ્રથી તારાને ગર્ભ રહ્યો એટલે ચંદ્ર ભય પામી શુક્રાચાર્ય પાસે ગયો. શુક્રાચાર્ય અભયદાન ચંદ્રને આપ્યું અને કહ્યું, તું બૃહસ્પતિને પગે લાગી તારા સોંપી દે.

શુક્રાચાર્યે કહ્યું, તારું તપ, જપ, ધર્મ સર્વે સત્ય હોય તો ચંદ્ર પાપથી રહિત થાવ. એમ કરીને ચંદ્રને પાપથી રહિત કર્યો. પછી તારાને બૃહસ્પતિએ ગ્રહણ કરી. શુક્રાચાર્ય કહે, આપત્કાળમાં બળાત્કારથી ભોગવાયેલી સ્ત્રી દોષ પામતી નથી અને રજસ્વલાથી શુદ્ધ થાય છે. પછી સર્વે દેવો ઈન્દ્ર, બ્રહ્મા વગેરે શંકર પાસે ગયા. શંકર ભગવાન કહે, બૃહસ્પતિ તમે ઉદાસ કેમ છો ? શું તમે તપથી પડી ગયા કે સંધ્યા કરતા ચૂકી ગયા કે પત્ની, પુત્રો, શિષ્યો તમારી આજ્ઞામાં નથી રહેતા. તમારે શું દુ:ખ આવ્યું ? બૃહસ્પતિ કહે, ચંદ્ર મારી પત્નીને લઇ ગયોને સગર્ભા બનાવી. શંકર ભગવાન કહે, બૃહસ્પતિ સર્વે મનુષ્યોને દેવોને પણ કરેલું ફળ ભોગવવું પડે છે. તેજ રીતે તમે પણ આ મોટાભાઇ ઉતીપની પત્ની સાથે વ્યવહાર કર્યો તેનું ફળ તમારે ભોગવવું પડ્યું છે પણ તમે ચંદ્ર ને શાપ ન આપ્યો તેથી તમારું ગુરુપણું જળવાઇ ગયું છે. મહા વૈષ્ણવભક્તો ક્યારેય પણ અપરાધીઓને શાપ કે દંડ આપતા નથી. તેથી સૂર્ય અગ્નિ બ્રહ્માને હું શંકર જગતમાં પૂજ્યપણાને પામ્યા છીએ.