ભાગ · અધ્યાય ૨૪૫

ફાગણ સુદની આમલકી એકાદશી - આંબળાના વૃક્ષની કથા

લક્ષ્મીએ એકવાર પ્રભુ પાસે લલાટના આભુષણની માગણી કરી. પ્રભુએ આંબળાનું વૃક્ષ ફાગણ સુદ એકાદશીએ પ્રગટ કર્યું. તે આમલકી એકાદશી લક્ષ્મીએ લલાટમાં ધારણ કરી. આંબળાનો હાર કરી પ્રભુને પહેરાવ્યો. સર્વે દેવીઓ, સર્વે દેવોએ આંબળા માગ્યા. તે પ્રભુએ પૃથ્વીમાં વધાર્યા. આમલકી એકાદશીએ પરશુરામની પૂજા કરી, નૈવેધ ધરી આરતી ઉતારવી, હિંડોળામાં શ્રીહરિને આંબળાના હાર પહેરાવી ઝૂલાવવા. આંબળા ખાવા, દાનમાં આપવાં. આંબળા લક્ષ્મીસ્વરૂપ છે. વ્રત-ઉપવાસ કરી, જાગરણ કરી શ્રીહરિના ધૂન-કિર્તન, કથાવાર્તા, ઉત્સવ કરવા. બીજે દિવસે સાધુ-બ્રાહ્મણોને, બાળકોને ભોજન કરાવવા તેથી સર્વે તીર્થ, સર્વે યજ્ઞનું ફળ મળે છે. નરનારી વ્રત કરવાથી લક્ષ્મીનારાયણ સમાન થાય છે.