ભાગ ૧ · અધ્યાય ૨૨૮
દ્વારિકા તીર્થમાં નિવાસ અને સ્નાન મહાત્મ્ય
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, કાશીમાં કલ્પ સુધી વાસ કરે તેને દ્વારિકામાં પાંચ દિવસ વાસ સમાન ફળ થાય છે. શ્રીકૃષ્ણનું પૂજન-કિર્તન કરવાથી વૈકુંઠ ગોલોકમાં વાસ થાય છે. સૂર્ય-ચંદ્રના ગ્રહણમાં કુરુક્ષેત્ર પુષ્કરમાં સ્નાન કરવાથી જે ફળ થાય તે જ ફળ દ્વારિકામાં ગોમતીમાં, સમુદ્રમાં, ગોપી તળાવમાં સ્નાન કરવાથી થાય છે. કળીયુગમાં લોકો “શ્રીકૃષ્ણ શરણં મમ” અષ્ટાક્ષર મંત્રનો જપ કરતા પૂજન કરે છે તે કૃષ્ણતુલ્ય થાય છે. તે શ્રીકૃષ્ણ મંદિરમાં દીપ દાન, નૈવૈદ્ય વગેરે જે અર્પણ કરે છે તે સર્વે નરનારી પ્રભુના પાર્ષદ પાર્ષદાણીઓ થાય છે.