ભાગ · અધ્યાય ૧૧૭

પુરુષોત્તમ નારાયણના સ્વરૂપમાંથી લક્ષ્મીજીનું પ્રાગટ્ય

પાર્વતી કહે : પરબ્રહ્મની કથાથી મને અતી તૃપ્તિ થઇ હવે તે પરબ્રહ્મનો મહિમા કહો. શંકર કહે : જીવ, ઇશ્વરો, ભક્તો, મુક્તોને સુખ આપનારા પુરુષોત્તમ નારાયણના સ્વરૂપમાંથી લક્ષ્મીજી પ્રગટ થયા. તેને માટે વૈકુંઠધામની રચના કરી. પોતે બીજે સ્વરૂપે ત્યાં રહ્યા. પછી રાધિકા માટે ગોલોક ધામની રચના કરી. પોતાની મૂર્તિમાંથી કૃષ્ણરૂપ પ્રગટ કરી ગોલોકમાં રાખ્યું. એવી જ રીતે અક્ષરધામના સીમ પ્રદેશમાં અવ્યાકૃત અમૃતધામ રચીને શ્રી લીલા વિભૂતિ વગેરે અનેક સ્વરૂપો ત્યાં રાખ્યા. એ રીતે બ્રહ્મસૃષ્ટિ રચીને પછી નારાયણી શક્તિ મહામાયાની સૃષ્ટિ રચી તે અવ્યકૃત કારણરૂપે વ્યક્ત સૃષ્ટિ રૂપે થઇ. મહામાયા, મહાલક્ષ્મી, લક્ષ્મી, શ્રી રાધિકા, સતી શ્યામા, મહાદેવી વૈષ્ણવી, નારાયણી, મહાવિદ્યા, વિષ્ણુ પત્ની મહેશ્વરી, ગૌરી સરસ્વતી, શાંતિ, પ્રભા, સ્વાહા, સ્વધારતિ, સાવિત્રી, કંભરાદેવી, પાર્વતી સર્વેના અભ્યુદય માટે આ અઢાર નામનો સદા પાઠ કરવો.