ભાગ ૧ · અધ્યાય ૧૫૬–૧૫૭
બારસનું વ્રત ❖ રૈવતરાજાને ત્યાં પુત્રી રેવતીનો જન્મ
આ અધ્યાય 156–157 સંયુક્ત છે
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, જે તે એકાદશી મારા શરીરમાં પ્રગટ થઇ તે રીતે તું પણ મારી મૂર્તિમાં વાસ કરતી હોવાથી સમુદ્રમાંથી બારસને દિવસે પ્રગટ થઇ છો. તેથી બારસના દિવસને લક્ષ્મીવાસર અથવા હરિવાસર કહેવાય છે. તે બારસને દિવસે એકટાણું અથવા ઉપવાસ કરીને જે લક્ષ્મીનું વસ્ત્ર, અલંકારોથી પૂજન કરશે તેને લક્ષ્મીનારાયણ બંને પ્રાપ્ત થશે.
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સૂર્યપુત્ર રૈવતરાજાની પુત્રી રેવતી તે દુદમ રાજાને આપી તેમાં ફરીથી રેવત જન્મ થયો. ફરીથી આનર્ત પુત્ર રેવતને ત્યાં રેવતીનો જન્મ થયો તે રેવતીના લગ્ન માટે બ્રહ્માને પૂછ્યું. બ્રહ્માએ કૃષ્ણના મોટાભાઇ બળભદ્ર સાથે રેવતીના લગ્ન કરવાનું કહ્યું.