ભાગ · અધ્યાય ૨૭૧

છઠ્ઠની તિથીએ કોનું પૂજન કરવું ?

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ભુક્તિ-મુક્તિ આપનારા છઠ્ઠના વ્રત કહું છું. ચૈત્ર છઠે સ્કંદકાર્તિક સ્વામિની પૂજા કરવી. વૈશાખે છઠે કાર્તિક સ્વામિનું પૂજન કરવું. જેઠમાં છઠે સૂર્યની પૂજા કરવી. અષાઢે છઠે સ્કંદની પૂજા કરવી. શ્રાવણમાં છઠે કામદેવની પૂજા કરવી. ભાદરવા વદ છઠે લલિતાલક્ષ્મીનું પૂજન કરવું. નૈવેદ્ય મીષ્ટાન ધરી આરતી કરવી. સર્વે તિર્થોમાં સ્નાનદાન ફળ મળે છે. ભાદરવા છઠે લક્ષ્મીનું પૂજન કરવું. સર્વે સમૃધ્ધિ પ્રાપ્ત થાય છે. આશ્વિન છઠે પાર્વતીસ્વરૂપ કાત્યાયીનીનું પૂજન કરવું. કાર્તિક છઠે કાર્તિક સ્વામિની પૂજા કરવી. માગશર છઠે કાર્તિકે તારકાસુરને માર્યો હતો. પોષ છઠે સૂર્ય જન્મ પૂજા કરવી. માઘ છઠે વરુણદેવની પૂજા કરવી. ફાગણ છઠે પશુપતિ શિવની પૂજા કરવી.