ભાગ ૧ · અધ્યાય ૧૮૨
શંકરની પ્રાપ્તિ માટે પાર્વતીનું તપ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, એક સમયે પાર્વતીને સ્વપ્ન આવ્યું. તેમાં શંકરના દર્શન થયા અને તપ કરવાનું કહ્યું. પાર્વતીએ માતા-પિતાને કહીને તપનો આરંભ કર્યો. એકવાર ફળનો આહાર કરી એક સ્વસ્તિકાસને બેસી એક હજાર માળા શંકરના નામની ફેરવતા હતા. વલ્કલ ધારણ કરી સ્તોત્ર પાઠ કરતા. શંકરે જાણ્યું પાર્વતી તપ કરે છે, તેથી દર્શન આપવા વિચાર કર્યો.