ભાગ ૧ · અધ્યાય ૧૬૮
દેવતાઓ દ્વારા મહાકાલીની પૂજા-સ્તુતિ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, તે મહાકાલી અને કરોડો દેવીઓએ શુંભ-નિશુંભ વગેરે ચોરાસી કરોડ દૈત્યો દાનવોનો નાશ કર્યો. પછી દેવોએ મહાકાલીની ષોડ્શોપચારથી પૂજા કરી. સ્તુતિ કરતા હતા. હે કાલિકા હે ત્રિશૂલીની કુમારી વૈષ્ણવી તમને નમો નમ: હે નારાયણી, બ્રાહ્મી, ચક્રધારિણી નમો નમ: બીજરૂપે, મોહરૂપે, મુક્તિરૂપે, સ્ત્રી સ્વરૂપે રહેનારી તમને નમો નમ: દેવો સ્તુતિથી પ્રસન્ન થયેલા મહાકાલી કહે : પ્રભુપ્રસન્નતાથી આપણો વિજય થયો છે. મારા નામનો તથા સ્તોત્રનો જે પાઠ કરશે તેના સર્વે વિઘ્નો નાશ પામશે. આઠમ, નોમ, ચૌદશનું એકટાણું કરી આ કથા સાંભળશે તેને ચોર, શત્રુ, સર્પ, પાણી, અગ્નિ વગેરેથી ક્યારેય પણ ભય નહીં આવે. કોઇ મારો આશ્રય કરશે તેને નારાયણની ભક્તિ, મુક્તિપદ જ્ઞાન વિગેરે સર્વે પ્રદાન કરીશ.