ભાગ · અધ્યાય ૨૧૨

દ્વાપરયુગની મૈથુની સૃષ્ટિની કથા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, હવે હું તને દ્વાપરની મૈથુની સૃષ્ટિની કથા કહું. બ્રહ્માના પુત્ર દક્ષ તેણે પોતાની ચૌદ કન્યાઓ કશ્યપ ઋષિને આપી. તેમાં અદિતિના દેવો થયા, દિતિના દૈત્યો થયા, કૃદુના સર્પો થયા, વિનતાના ગરુડ, આદિ પક્ષીઓ થયા. સુરભિની ગાયો વગેરે પશુ, સરમાના કૂતરા વગેરે. હિંસાવાળા ચારપગવાળા, દુનુના દાનવો, તિમિના જીવ-જંતુ, તામાના બાજ, ગીધ, મુનિની અપ્સરાઓ, ક્રોધાવશાના કરચલા, વીંછી વગેરે ઝેરી પ્રાણી, ઇલાના વૃક્ષો, સુરસાના રાક્ષસો, ઇષ્ટાના ગાંધર્વો થયા, તે કશ્યપની પ્રજાથી આ જગત પ્રજામય છે.