ભાગ · અધ્યાય ૫૩૨

મહાતપા ઋષિનો પ્રજાપાલ રાજાને ભક્તિનો ઉપદેશ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે પ્રજાપાલ રાજા ધર્મવાળો હતો. તે એકવાર વનમાં ઋષિનો આશ્રમ જોવા ગયો. ત્યાં મહાતપસ્વી મહાતપાઋષિનાં દર્શન કર્યાં. જેના આશ્રમમાં સર્વે પ્રાણીઓ વેરવૃત્તિનો ત્યાગ કરી રાગદ્વેષથી રહિત થઈ વાસ કરતા હતા. ઋષિએ રાજાનું આસન ભોજનપાનથી સ્વાગત કર્યું. રાજાએ પ્રશ્ન પુછ્યો : ગુરુ, સંસારસમુદ્રમાં ડૂબેલા જીવવાની ઈચ્છાવાળા મનુષ્યોને સુખ માટે શું કરવું ? ઋષિ કહે, સમુદ્રમાં તરવામાં એક વહાણની જરૂર પડે છે. તેમાં સંસારમાં શ્રીહરિ પુરુષોત્તમ તેનો દૃઢ આસરો તેજ એક સુખનું સાધન છે. અને પૂજા દાન કરી ધ્યાન અને સ્વાર્પણ આ તે પ્રભુની ભક્તિના પગથિયા છે. તે પ્રભુની પૂજા ભક્તિ કરવાથી અપારનો પણ પાર પામી જવાય તે શ્રીહરિની પૂજા કેવી રીતે કરવી ?

ઋષિ કહે, ધાતુની મૂર્તિ શાલીગ્રામ કે શિવની પૂજા કરવી. તથા સાધુ-સાધ્વીમાં ગાયમાં, ગુરુમાં શ્રીહરિની ભાવના કરવી. પતિમાં, પત્નીમાં, માતા-પિતામાં, સૂર્ય, અગ્નિ વગેરે સ્થાવર જંગમ સર્વમાં શ્રીહરિની ભાવના કરવી. એ સર્વે શ્રીહરિનું શરીર છે. અથવા તેમાં શ્રીહરિ રહ્યા છે. અથવા તે સર્વે શ્રીહરિ સ્વરૂપ છે. રાજા કહે, મારે કઈ મૂર્તિની પૂજા કરવી ? ઋષિ કહે, રાજા, શરીરમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ, પ્રકૃતિ, ક્ષોત્ર, ત્વક, ચક્ષુ, રસના, પ્રાણ, વાક, પાણી, વાયુ, ઉપસ્ય, પાન, અપાન, સમાન, ઉદાન, મન, બુદ્ધિ, ચિત, અહંકાર આ ચોવીશ તત્ત્વોના દેવોને પરસ્પર વાદવિવાદ થયો કે કોણ મોટો ? ત્યાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો પ્રતિનિધિ અક્ષરપુરુષ વેદાંત પુરુષ પ્રગટ થઈને કહે, તમે સર્વ મારા શરીરમાંથી નીકળી જાવ. તમારા વિના હું જીવવાને સમર્થ છું. સર્વે દેવો કહે, અમારા વિના શરીર ન ચાલે. એમ કહીને સર્વે એક પછી એક શરીરમાંથી નીકળી ચાલ્યા ગયા. ત્યારે બ્રહ્માના શરીરમાં રહેલા પરબ્રહ્મ શ્રીહરિ સર્વેરૂપે પોતે થયા. ત્યારે સર્વદેવો, ઈશ્વરોનું અભિમાન ગર્વ નાશ પામ્યું. માટે હે રાજા, સર્વથી સમર્થ સર્વેના નિયંતા એક શ્રીહરિ તેની પૂજન, ભજન, ભક્તિ કર. તેથી તારો મોક્ષ થશે. મહાતપાઋષિનું વચન- ઉપદેશ સાંભળી રાજા રાજ્યમાં આવી ભક્તિ કરી ચારે સિદ્ધિઓ મેળવી.