ભાગ · અધ્યાય ૯૪

પુત્રપ્રાપ્તિ માટે પાર્વતીની શંકરને પ્રાર્થના

લક્ષ્મી પૂછે : હે પ્રભુ, ગણેશપૂજન ક્યારથી શરૂ થયું ? શ્રીનારાયણ કહે : પાર્વતીને પુત્રની ઈચ્છા થઇ. શંકરને પ્રાર્થના કરી. હે દેવ, પુત્ર વિના જીવન સુનું લાગે છે. ગૃહસ્થોને માટે નારીને પહેલું સુખ સ્વામીનું. બીજું સુખ સંતાનનું. ત્રીજું સુખ ધન-ધાન્યનું. ચોથું સુખ યશ-કીર્તિનું. પાંચમું સુખ શરીર નીરોગીનું. આ પાંચ સુખ આલોકમાં સ્વર્ગ જેવા છે. નારીને પહેલું દુ:ખ પતિનો વિયોગ, બીજું દુ:ખ પતિ હોવા છતાં રતિ નહીં. ત્રીજું દુ:ખ સંતાન ન હોય. પાર્વતી કહે : હે પ્રભુ તમે ત્રિલોકી નાથ તમારા જેવો પૂજ્ય પુત્ર આપો. શંકરે કહ્યું, સર્વેમાં શ્રેષ્ટ શ્રીહરિનું વ્રત અને જપ કરો એમ કહીને શંકરે પાર્વતીને મંત્ર આપ્યો. “ૐ નમો હરિકૃષ્ણાય પતિરૂપધરાયચ, બીજાયગર્ભરૂપાય પત્યરૂપાય શંભવે, સંકલ્પ ગર્ભહઠાય નમ: પુત્રપ્રદાયચ, વિજેત્રે ગાર્ચ્યરૂપાય નમો દેહિ સુપુત્રકમ્”. પાર્વતી આ મંત્રનો જપ કરવા લાગ્યા. પછી પાર્વતીએ પૂછ્યું, વ્રત વિધિ કેવી રીતે કરવા ?