ભાગ · અધ્યાય ૨૪૧

પોષ સુદની પુત્રદા એકાદશી - કેતુમાન રાજાની કથા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પોષ સુદ પુત્રદા એકાદશીનો વ્રત્તવિધિ કહું છું. બ્રહ્મમુહૂર્તમાં જાગી શ્રીહરિનું સ્મરણ કરી, સ્નાન કરી, શ્રીહરિને પંચામૃતથી સ્નાન કરાવી, વસ્ત્ર, આભૂષણો ધરાવી ષોડ્શોપચારથી પૂજન કરી, નૈવૈદ્ય ધરી, આરતી ઉતારી, સ્તુતિ નમસ્કાર કરવા ક્ષમા માગવી.

પૂર્વે ભદ્રાવતીપુરીનો કેતુમાન રાજા પંચાવતી રાણી હતા. તેને પુત્ર ન હતો. જપ તપ કર્યા પણ પુત્ર ન થયો. તેથી સંસારથી કંટાળીને રાજા રાત્રે કોઇને કહ્યા વગર અશ્વ પર બેસી જંગલમાં ગયો. ત્યાં અશ્વપટ સરોવરમાં શ્રીહરિનો જપ કરતા દેવો ઋષિ-મુનિઓ સ્નાન કરતા હતા ત્યાં જઇ નમસ્કાર કરી પૂછયું. તમો કોણ છો ? દેવો બોલ્યા અમે સ્વર્ગના દેવો છીએ. આજ પુત્રદા એકાદશી હોવાથી રૈવતાચળ દર્શન કરી અહીં સ્નાન કરીને સ્વર્ગમાં જશું. રાજા કહે : હું પુત્ર વિના દુ:ખી છું. તેથી આ દિવ્ય સરોવરે તપ કરીશ. દેવો કહે : રાજા આજે પુત્રદા એકદશી છે. કાંઇ ખાતો નહી અશ્વપટ સરોવરનું પાણી પીજે તને પુત્ર થશે. તપ કરવાની જરૂર નથી. તે પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી પુત્ર થયો. તેનું નામ કંકુમાન રાખ્યું તેના પરથી આ કાઠિયાવાડ કહેવાય છે.