ભાગ · અધ્યાય ૨૭૨

સાતમની તિથીએ કોનું પૂજન કરવું ?

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ચૈત્ર સાતમે દશ દીગ્પાલ દેવોની પૂજા કરવી. વૈશાખ સાતમે જાહ્નવીની પૂજા કરીને ગંગાવ્રત કરવું. તથા લીમડાના પાનથી સૂર્યપૂજા કરવી. તથા સાકરનું દાન અને ભોજન કરવું. જેઠ સાતમે ઇન્દ્રની પૂજા કરવી. અષાઢ સાતમે સૂર્યપૂજા કરવી. શ્રાવણ સાતમે પાર્વતી સ્વરૂપ શિતલાદેવીની પૂજા કરવી. ભાદરવા સાતમે શંકરે ચંદ્રને લલાટમાં ધારણ કર્યો તેથી સોમશંકરની પૂજા કરવી. આશ્વિન સાતમે પંચગવ્ય ગ્રહ કરી સૂર્યપૂજા કરવી. કાર્તિક સાતમે શાકાહાર કરી સાત શાક સાધુને આપવા. માગશર સાતમે મિત્ર નામના સૂર્ય જન્મની પૂજા કરવી. પોષ સાતમે ત્રણ સમયે સૂર્યપૂજા કરવી. માઘ વદ સાતમે સૂર્યપૂજન કરવું. માઘ સુદ સાતમે ત્રિલોચન જયંતિ પૂજા કરવી. ફાગણ સાતમે આકડાના પત્રથી સૂર્ય પૂજા કરવી. પાપનાશ કરી પુણ્ય આપનારું આ વ્રત છે. ભુક્તિ- મુક્તિ આપનારું છે.