અવતાર તેમજ અવતારીના ચિહ્નોનું વર્ણન
ધ્વજ, અંકુશ, કુમુદ, શ્રીફળ, કળશ, કમળ, બીજની રેખા, અંગુઠાની આંગળીઓમાં દશ ચક્ર. આટલા ચિહ્નો ડાબા ચરણમાં હોય તે સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર છે એમ માનવું તથા બે, ત્રણ, ચાર, પાંચ ચિહ્નો હોય તો તે લક્ષ્મીનો અંશ છે એમ માનવું. અને જ્યારે નારાયણ માનવરૂપે પૃથ્વી પર હોય ત્યારે તેના જમણા હાથમાં ધ્વજ, વજ્ર, કમળ, વેણું, સ્વસ્તિક, ધનુષ-બાણ, મત્સ્ય, શંખ, ચક્ર, સૂર્ય, હાથી, મયૂર આ બધા ચિહ્નોમાંથી એક, બે, ત્રણ ચિહ્ન હોય તો તે મારો અવતાર છે. છાતીમાં હારની રેખા, ઉદરમાં ત્રીવળી, લીંગમાં તલ, લલાટમાં તિલકરેખા, લલાટમાં લાંબી રેખા, ડાબા સાથળમાં સફેદ લક્ષ્મીનું ચિહ્ન, બન્ને ચરણમાં ત્રણ-ત્રણ ઘુટીઓ, સ્વસ્તિક, ધ્વજ, અંકુશ, જવ, દંડ, અષ્ટકોણ, વજ્ર, જાંબુ, કમળ, અર્ધ ચંદ્ર, કળશ, ગોપદ, ત્રિકોણ, ઇન્દ્રધનુષ, ઉર્ધ્વરેખા, બન્ને ચરણમાં આટલા ચિહ્ન હોય તેમાંથી એક બે-ત્રણ ચિહ્ન હોય તો તે શ્રીહરિનો અંશ છે. તે અંશરૂપે રહેલા પણ સંસારમાં નિર્લેપ રહે છે. સ્ત્રીધનમાં બંધાતા નથી. માયાને પણ દિવ્ય બનાવે છે. પોતાનો યોગ આપી પાપી પતિતને પણ પાવન કરે છે.
અગ્નિમાં ધાતુ જેમ સ્વચ્છ થાય છે તેમ શ્રીહરિમાં કામાદિદોષો નિર્ગુણ થાય છે. બંને હાથની આંગળીઓમાં ચક્રો, મધ્ય આંગળીમાં શંખ ચિહ્ન. આવા ચિહ્નોવાળા ત્યાગી હોય કે ગૃહસ્થ હોય તે સાક્ષાત્ નારાયણ જ છે. તેઓ અજ્ઞાનીઓનો પણ ઉદ્ધાર કરે છે. તે હું અનાદિશ્રીકૃષ્ણનારાયણ સર્વેનો ઉદ્ધાર કરનારો છું. ભક્તના કાર્ય માટે આવું છું. શાસ્ત્રે કહેલા ચિહ્ન વડે જાણનારા સત્ય ભક્તો મારા ચમત્કાર વિના પણ મને પામે છે. સ્વાર્થી ભક્તો કાર્ય સાધીને દૂર રહે છે. સત્ય ભક્તોને ચમત્કારની જરૂર નથી. ક્યારેય વિકૃતિદોષ ગ્રહણ કરતા નથી. અંશાવતારના પણ સર્વ કાર્યો દિવ્ય હોય છે. હાથમાં આઠ ચક્રવાળા સ્વામી કરોડો સ્ત્રીઓના પતિ થાય. સર્વજ્ઞ વ્યાસરૂપ હોય, સર્વ વિદ્યાવાળા, સર્વે ચિહ્નવાળા શ્રીહરિ નારાયણનો શાસ્ત્રોથી નિશ્ચય કરી ભક્તિથી, પ્રીતિથી, રતિથી હેત કરીને મોક્ષભાગી થવું.