ભાગ · અધ્યાય

ભૂમાપુરુષ પ્રાગટ્ય અને અવ્યાકૃતધામ રચના

શ્રીનારાયણ કહે : વૈરાટની નાભીમાંથી કમળો થયા, તે કમળોમાં ચાર માથાવાળા બ્રહ્મા, આઠ માથાવાળા, સોળ, બત્રીસ, પચાસ, સો, પાંચસો, હજાર, દશ હજાર, લાખ, કરોડ, અબજ માથાવાળા બ્રહ્મા થયા. તેને બધાને બ્રહ્માંડોના કાર્યોના અધિકારી નિમ્યા. એકવાર વૈરાજના રાજસૂયયજ્ઞમાં અનેક ભૂજાવાળા વિષ્ણુઓ અનેક નેત્રવાળા રુદ્રો આવ્યા. તેમાં પહેલી પૂજા કોની કરવી ? કેટલાક કહે : અબજો મુખવાળા બ્રહ્માની, કેટલાક કહે : અબજો નેત્રોવાળા રુદ્રની. એ વિવાદમાં મહાવિષ્ણુએ કહ્યું કે, આનો નિર્ણય પરબ્રહ્મ જ કરી શકે. તે સમયે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે પોતાની મૂર્તિમાંથી ભૂમાપુરુષ ભુમ્નિ લક્ષ્મી પ્રગટ કરી અવ્યાકૃત ધામ રચી ત્યાં રાખ્યા.

ભૂમાપુરુષ પ્રકૃતિપુરુષ પ્રધાનપુરુષ મહાવિષ્ણુ વૈરાટ વગેરે ઇશ્વરોના ન્યાય આપનારા છે. તે ભૂમાપુરુષ પણ શ્રીહરિનું સ્વરૂપ છે. તે ભૂમાપુરુષ અનંત બ્રહ્માંડોમાં જ્યાં જેવો જ્યારે ફેરફાર કરવો હોય ત્યારે રામ કૃષ્ણાદિક અવતારોને મોકલી ધર્મ વ્યવસ્થા કરાવે છે. એવી રીતે ઇશ્વરોના અવતારોની ગણતરી નથી. તે પ્રમાણે શ્રીહરિના અવતારો પણ અસંખ્ય છે.