ભાગ · અધ્યાય ૩૮૮

વરાહ ભગવાનની ભક્તિથી રાજા નંદસાવર્ણી અને રાણી પંકિલાની મોક્ષગતિ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે વરાહ ભગવાનનો ભક્ત નંદસાવર્ણી રાજા હતો. વરાહ પ્રભુએ પ્રસન્ન થઇને રાજાને પૃથ્વીનું રાજ્ય અને ધરણી નામે પત્ની આપી. રાજારાણી હંમેશા ષોડ્શોપચારથી વરાહપ્રભુની પૂજા કરતા હતા. વરાહ પ્રભુએ દેહ મુક્તા સમયે ધરણીને કહ્યું તને શું આપું. ધરણી કહે, પ્રભુ તમે તમારી દાઢ આપો. વરાહ પ્રભુએ દાઢ આપી કહ્યું આ અસ્થિના પ્રતાપથી તારી સ્વર્ગ, પાતાલ, સર્વે સ્થળે ગતિ થશે. એમ કહી અદૃશ્ય થયા. નંદરાજા તથા ધરણીરાણી વિમાનમાં બેસી વરાહ ભગવાનના દાઢને પ્રતાપે સ્વર્ગ મૃત્યુલોક પાતાલ સર્વેલોકમાં જઈને ત્યાંથી સર્વે દેવોની પૂજા, ભેટ, સંપત્તિ વગેરે લઇને રાજ્યમાં આવ્યા. પછી આવેલી સંપત્તિ હીરા, રત્નો, માણેક, સોનું, ઝવેરાત વગેરેને ખજાનામાં મુકવા છતાં વધી પડ્યું. રાજાને અતિ લોભ લાગ્યો. આ ધન રાખવું કયાં, ત્યારે વરાહ ભગવાનના પત્ની ધરણીરાણીએ વરાહ ભગવાનની દાઢનું કહ્યું તે અસ્થિ લઇને સમુદ્રમાં જાવ. સમુદ્ર તમને જગ્યા આપશે.

નંદરાજા વરાહ ભગવાનની અસ્થિ લઇ સમુદ્રમાં ગયો અને સર્વે ધન ત્યાં મુકી આવ્યો. પછી રાજાને લોભ વધતો ગયો અને આખી પૃથ્વીનું ધન ભેળું કરી સમુદ્રમાં મુકી આવ્યો. એક વખત ધરણીએ રાજાને કહ્યું આપણે વૈષ્ણવ યજ્ઞ કરી સંપત્તિનો સદવ્યય કરી લક્ષ્મીનારાયણ સંહિતાની કથા કરી સંતો, વિપ્રો, અતિથિઓને ભોજન કરાવીને આશિર્વાદ પ્રાપ્ત કરી બ્રહ્મયજ્ઞ કરી મોક્ષ મેળવી લઇએ. આ શરીર અને સંપત્તિ નાશવંત છે. માટે શરીરને સંપત્તિ પ્રભુ અર્થે વાપરી પરમપદ પ્રાપ્ત કરી લઇએ. રાણીએ વારંવાર કહેવા છતાં નંદરાજા અતિ લોભથી રાણીનું વચન ન માન્યો. એટલે રાણીએ વરાહ ભગવાનની સ્તુતિ કરી દેહનો ત્યાગ કર્યો. નંદરાજા અતિ દુ:ખ પામ્યો. રાણીનું વચન યાદ કરીને રાજાએ યજ્ઞ કર્યો. દાન આપ્યા. પછી રાજાએ બીજી રાણી સમુદ્રપુત્રી પંકીલાને રાણી બનાવી. નંદરાજાએ સમુદ્રમાં ધન રાખવાથી સમુદ્રને લોભ લાગ્યો. આ ધન મારી પાસે રહે તો ઠીક એમ વિચારી વિષ્ણુ પાસે ગયો. સર્વેવૃતાંત કહ્યું. વિષ્ણુએ નારદને કહ્યું. નારદ આવ્યા નંદરાજાની બીજી રાણી ઉપલા પાસે. આવી અને કહ્યું. તારું કલ્યાણ થાઉં. રાણીએ પૂજા કરી પગે લાગીને પૂછયું, કેમ શું કામ છે ?

નારદ કહે : મેં સ્વર્ગમાં સાંભળ્યું છે કે રાજા મરેલી રાણીના અસ્થિ પૂજામાં રાખે છે, માટે સત્ય જાણવા આવ્યો છું, કે રાજાને તારી પર કેટલું હેત છે. ઉપલા કહે રાજાને મારી પર હેત છે એટલું કોઇ પર નથી. મારા વિના ક્ષણ પણ રહી ન શકે. મારું મુખ જોયા વિના ખાતા નથી. નારદ કહે જો તારું વાક્ય સત્ય હોય તો દેવની વાણી ખોટી પડે છે અને દેવવાણી સત્ય હોય તો તારું વાક્ય ખોટું પડે માટે તપાસ કરજે. નંદરાજા ધરણી રાણીનું અસ્થિ જોયા વિના, પૂજા કર્યા વિના જમતા નથી. એમ કહી નારદે પૂજા જોવાનું કહ્યું ! ત્યાં પૂજામાં વરાહ ભગવાનની દાઢ હતી તે રાણીનું અસ્થિ માની નારદના કહેવાથી અગ્નિમાં નાખી દીધું. નારદ કાર્યસંતોષ માની ચાલતા થયા. સવારે રાજા પૂજા કરવા ગયો. વરાહ ભગવાનની દાઢ ન જોઇ રાણીને પૂછ્યું. રાણી કહે, તમે કપટી છો. જૂની રાણીનું હાડકું શું કામ રાખ્યું હતું. રાજા કહે, તે તો વરાહ ભગવાનની દાઢ હતી. તે ક્યાં મુકી દીધી ? રાણી કહે, તે તો મેં અગ્નિમાં નાખી દીધી. ભસ્મ કરી પાણીમાં વહાવી દીધી. તમે ખોટું બોલી મને છેતરો છો. રાજા મરેલીમાં શું કામ હેત રાખો છો ? ત્યારે રાજા અતિ લોભી હોવાથી અજ્ઞાનથી તે સમયે પ્રાણ ત્યાગ કરતો હતો તેની પાછળ રાણી પણ સતી થઇ. તેનો પુત્ર સાવર્ણી ધર્મથી રાજ્ય કરવા લાગ્યો. વરાહ ભગવાનની ભક્તિથી રાજારાણી સ્વર્ગમાં ગયા અને ધન સમુદ્રમાં રહ્યું.