ભાગ · અધ્યાય ૮૯

ગુરૂના અપમાનથી ઇન્દ્રના રાજ્ય-સંપત્તિનો નાશ

લક્ષ્મી પૂછે : હે સ્વામિનારાયણ, સમુદ્રમાંથી ધન્વંતરી કેમ થયા તે કથા કહો. શ્રીનારાયણ કહે : પૂર્વે દ્વાપરયુગમાં ધર્મ નિયમનો ભંગ થયો ત્યારે ઇન્દ્રે દેવોની સભા ભરી. ત્યાં નૃત્ય થતા હતા. ત્યાં દેવ ગુરુ આવ્યા. સન્માન ન થયું. પછી બૃહસ્પતિએ કહ્યું, ગુરુના આશીર્વાદથી રાજ્યમાં શુભકાળ પ્રવર્તે છે. તે જો ગુરુનું અપમાન કરે તો સંપત્તિ રાજ્ય નાશ પામે છે. ઇન્દ્ર પછી ફરવા નીકળ્યો. સામે દુર્વાસા મળ્યા. પ્રસાદીનો હાર આપ્યો. ઇન્દ્રે હાર લઇ હાથીના મસ્તક પર મૂક્યો. હાથીએ લઇ પગ નીચે કચડી નાખ્યો. દુર્વાસાએ શાપ આપ્યો. તારી સંપત્તિ રાજ્ય નાશ પામો. તું ગર્વવાળો થયો છો. ત્યારે ઇન્દ્રનો મુગટ પડી ગયો, અંબાડી પડી ગઇ. ઐરાવત હાથી જંગલમાં ભાગી ગયો. આ રીતે ગુરુના અપમાનથી અને દુર્વાસાના ક્રોધથી ઇન્દ્રની રાજ્ય, સંપત્તિ નાશ પામી અને સમુદ્રમાં ચાલી ગઇ.