શ્રીકૃષ્ણનારાયણની મુખ્ય પાંચ પતિવ્રતા પત્નીઓનો બ્રહ્માંડોમાં વાસ - અનંત પતિવ્રતા લક્ષ્મી, સતી, સાધ્વીઓ અનાદિશ્રીકૃષ્ણનારાયણને પતિભાવે પામી
આ અધ્યાય 417–418 સંયુક્ત છે
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ગોલોક ધામમાં મારી પતિવ્રતા પત્નીઓ પુત્રી સાથે રહે છે. તેમાં પાંચ મુખ્ય છે. લક્ષ્મી, સરસ્વતી, સાવિત્રી, પાર્વતી, રાધીકા સર્વે યશમંગલ ધર્મ, સત્ય, પુણ્ય મોક્ષ આપનારી, તથા શોકદુ:ખ નાશ કરનારી. શરણે આવેલાનું રક્ષણ કરનારી, સિદ્ધી-બુદ્ધિ, નિંદ્રા, ભુખ, તરસ, દયા, સ્મૃતિ, શાંતિ, ક્ષાંતિ, ક્રાંતિ, તૃષ્ટિ, પુષ્ટિ આ સર્વે લક્ષ્મીના સ્વરૂપો છે. મહાલક્ષ્મી વૈકુંઠમાં રહ્યા. સ્વર્ગલક્ષ્મી સ્વર્ગમાં, રાજ્યલક્ષ્મી રાજાઓમાં, ગૃહલક્ષ્મી ઘરમાં, શોભાલક્ષ્મી શરીરમાં, પ્રિતીલક્ષ્મી પુણ્યશાળીમાં, દયાલક્ષ્મી ભક્તોમાં, કજીયાલક્ષ્મી પાપીઓમાં એ રીતે સર્વે ઠેકાણે લક્ષ્મી રહેલી છે. તે ન હોય તો જગત સુનું લાગે, તે જ રીતે સરસ્વતિ, વાણી, બુદ્ધિ, વિદ્યાજ્ઞાન, કવિતા, કલખ્નામાં, વકતૃત્વ, સંગીત, સર્વે કળારૂપે રહેલી છે. તે ન હોય તો જગત સર્વે મુંગુ થઈ જાય, તે જ રીતે સાવિત્રી મંત્ર, તંત્ર, જપ, તપ, તીર્થરૂપે, બ્રહ્મતેજ રૂપે, રહેલી છે. તે ન હોય તો જગત સર્વે મુઢ જેવું લાગે, એ જ રીતે પાર્વતી સર્વશક્તિરૂપે, અસુરોને નાશ કરવા રૂપે, બ્રહ્મચારીણીરૂપે રહેલી છે. તેના વિના જગત અસક્ત મરેલા સમાન લાગે.
તે સતી વિજય અપાવનારી અને દૈત્યોનો સંહાર કરનારી પ્રલ્યરૂપે રહેલી છે, એવી જ રીતે મહામાયા ભાગવતી, સતી, રાધા, પ્રેમરૂપા, સૌભાગ્ય આપનારી સર્વની માતા કૃષ્ણ સમાન પૂજ્યા રાસમંડળની અધિષ્ટાત્રી ભગવાનમાં દાસભક્તિ કરાવનારી છે. જેના ચરણથી આ પૃથ્વી પવિત્ર થયેલી છે. કૃષ્ણના હૃદયમાં જેનું સ્થાન છે. રસિકભક્તોને આનંદ અપાવનારી, પૂર્વે બ્રહ્માએ સાંઠ હજાર વર્ષ તપ કર્યું તો પણ સ્વપ્નમાં દર્શન ન થયા તો પ્રત્યક્ષ દર્શન ક્યાંથી થાય. એવી રીતે પાંચ પ્રકૃતિ મારી સર્વે બ્રહ્માંડોમાં રહેલી છે. તેના અંશ, કલા, સ્વરૂપો સર્વે સ્ત્રીઓરૂપે રહેલી છે તે કહું છું.
પ્રભુના ચરણમાં થયેલી તે ગંગારૂપે થઈ. જેના દર્શન, સ્પર્શ, સ્નાન, પાપ કરવાથી મોક્ષ થાય છે. બીજી તુલસીરૂપે રહેલી લક્ષ્મી તે પણ મોક્ષ આપનારી છે. કલ્પવૃક્ષસમાન તુલસી વિના સર્વે સત્ક્રિયા નિષ્ફળ થાય છે. ત્રીજી લક્ષ્મી, આસ્તિક નાગમાતા જરતકાર્વી ત્રણ લાખ વર્ષ તપ કરી ભગવત ભક્ત જરતકીર મુનિને પતિતભાવે પામી. ચોથી લક્ષ્મી સષ્ટીદેવી જે બાળકોનું રક્ષણ કરે છે. પાંચમી લક્ષ્મી મંગલ, ચંડ્રીકા પ્રકૃતિના મુખમાંથી થયેલી પ્રલયમાં ક્રોધરૂપે થનારી એવી અનેક અવતારોની, અનેક ઈશ્વરોની, અનેક લક્ષ્મીઓ છે. પતિવ્રતા, સતી, સાધ્વી, તપ કરીને પ્રસન્ન કરે છે. ત્યાં અહલ્યા, અરુંધતિ, કંભરાલક્ષ્મી, સત્રૂપા, રુચિ, દેવહુંતિ, લોપામુંદ્રા, કુંતિ, દ્રૌપદી, યશોદા, દેવકી, ગાંધારી, કલાવતી, માણિકી, પાર્વતી, લક્ષ્મી, પ્રભા, જયા, લલિતા, મંદોદરી, કૌશલ્યા, સુભદ્રા, સત્યભામા, કાંલીન્દી, લક્ષ્મણા, મિત્ર, વિંદા, રુક્ષ્મણિ, સીતા, રમા, પદ્મા, પદ્માવતી વગેરે અને પતિવ્રતા સતી, સાધ્વીઓએ પૂર્વે તપ કરી અનાદિશ્રીકૃષ્ણનારાયણને પતિ ભાવે પામી અને અવતારીણી લક્ષ્મીરૂપે ગણના પાત્ર થઈ. જેના દર્શનથી, સ્પર્શથી, સેવાથી, વંદનથી, પૂજનથી અનેક આત્માનો ઉદ્ધાર થાય છે. માટે હે લક્ષ્મી, કૃષ્ણનારાયણ હું છું. લક્ષ્મીનારાયણ હું છું. શ્રીમન્નનારાયણ, નરનારાયણ પણ હું છું. સીતા-રામ બ્રહ્માનારાયણ પણ હું છું. મુક્તનારાયણ, સાક્ષીનારાયણ પણ હું છું. જે આ બ્રહ્મકુળને સંભારશે તે સર્વે ભુક્તિને-મુક્તિને પામશે.
શ્રીનારાયણ કહે : લક્ષ્મી તારાથી છાની વાત કાંઇ નથી રાખતો તેથી કહું છું કે, મારા અવતારો અનેક થયા છે. તેમાં મારા યોગને પામેલી અબજો, કરોડો મારી પત્નીઓ તે રાધાલક્ષ્મી સમાન પતિવ્રતા છે. અક્ષરબ્રહ્મ ધામમાં રહેલી અસંખ્ય મારી પ્રિયાઓ છે. પરમધામમાં બાર હજાર પત્નીઓ રહેલી છે. કેટલીક ગોલોકમાં, કેટલીક દ્વારપાલીકા, પાર્ષદાણીઓ, વૃંદાવનમાં રહેનારી, કેટલીક ગોવર્ધન પર્વત પર રહેનારી, કુંજ ગલીમાં રહેનારી, કરોડો અબજો પત્નીઓ છે. કેટલીક ગંગા-યમુના, મધુ, માધ્વી, સર્યુ, વિરજા, લલિતા સાથે રહેનારી છે. વાણી સર્વે શ્રુતિએ તેણે પૂર્વે દિવ્ય દર્શન માંગ્યા, મેં તેને ધામમાં દર્શન કરાવી, મારા દિવ્યદર્શન આપી. બ્રહ્મની પત્નીભાવથી ગ્રહણ કરી. અને તેને વૃંદાવનના રાસમાં પોતાનો યોગ ગોપીઓને આપ્યો તે જ રીતે પૂર્વે મેં રામા અવતારમાં મારામાં મોહ પામેલી કરોડો કામિનીઓને અંતર્યામીપણે કહ્યું, હું જ્યારે દ્વાપરને અંતે કૃષ્ણ અવતાર ધારણ કરીશ ત્યારે તમે વ્રજમાં ગોપીઓ થશો ત્યારે મારો યોગ તમને થશે. ત્યાં રામચંદ્રજી વનમાં ફર્યા ત્યાં પણ મોહ પામેલી સ્ત્રીઓને કૃષ્ણ અવતારમાં યોગ આપ્યો. ત્યાં શ્રી રામચંદ્રજી દર વર્ષે સુવર્ણની સીતાની પ્રતીમાં બનાવીને યજ્ઞમાં બેસતા પણ કૃષ્ણ અવતારમાં યોગ આપ્યો. રામચંદ્રજીએ કહ્યું આ અવતારમાં મેં એક પત્નીવ્રત રાખ્યું છે તેથી
કૃષ્ણ
અવતારમાં
સર્વેને
યોગ
આપ્યો.
લક્ષ્મી
પુરુષોત્તમનારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણનો એવો મહિમાં જાણી અતિ આશ્ચર્ય પામ્યા. આ કથાનો જે પાઠ કરશે, વાંચશે, સાંભળશે તેને પુરુષોત્તમ નારાયણમાં દાસ્યભક્તિ થશે.