દસ માનસી-રાજસી સૃષ્ટિનું વર્ણન
શ્રીનારાયણ કહે : પછી બ્રહ્માએ માનસી-રાજસી સૃષ્ટિ કરી. 1લી સૃષ્ટિ મહતત્વની ગુણવિષમતાની, રજી દ્રવ્યજ્ઞાન ક્રિયાના અહંકારની, 3જી પંચમહાભૂત-પંચવિષયની, 4થી જ્ઞાન કર્મ ઇન્દ્રિયોની. પમી દેવતાઓની, 6ઠ્ઠી અવિદ્યાની, 7મી વનસ્પતિની, 8મી ગાયોની, 9મી મનુષ્યોની, 10મી દેવસૃષ્ટિ પછી હિંસક પશુની અને પક્ષીની સૃષ્ટિસર્જન કરતા હતા તથા દૈત્યો દાનવો રાક્ષસો, યક્ષો, ગંધર્વો, નાગો વિગેરેની સૃષ્ટિ કરી. તે બધાના ભોજન બ્રહ્મા પોતાના શરીરમાંથી પ્રગટ કરતા હતા. ઋષિઓ માટે દૂધ, પિતૃઓને કવ્ય કાચું પિંડ, સિદ્ધો માટે સિદ્ધિ, દૈત્યોને સુરા, દાનવોને આસવ, ગાંધર્વોને સંગીત, અપ્સરાઓને સૌભાગ્ય, વિદ્યાવાળાને આકાશવિદ્યા, યક્ષ-રાક્ષસ ભૂત-પ્રેતને માંસ-લોહીનું ભોજન, હિંસકને માંસ, વૃક્ષવેલીઓને વિવિધ રસ, પર્વતોને જુદી જુદી ધાતુ, દેવોને અમૃત, મનુષ્યોને અનાજ, પશુ-પક્ષીઓ માટે વનસ્પતિ ઉત્પન્ન કરતાં હતા.