ભાગ · અધ્યાય ૨૬૯

ચોથની તિથીએ કોનું પૂજન કરવું ?

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ગોલોકવાસી શ્રીકૃષ્ણ પોતે શંકર-પાર્વતીના પુત્ર ગણેશ રૂપે થયા તેથી વાસુદેવ સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરૂધ્ધ આ ચતુર્વ્યુસ્વરૂપ ગણેશની પૂજા ચૈત્રી ચોથે કરવી. વૈશાખ ચોથે સંકર્ષણની પૂજા કરવી. જેઠ ચોથે પ્રદ્યુમ્નની પૂજા કરવી. અષાઢે અનિરૂધ્ધની પૂજા કરવી. શ્રાવણ ચોથે ગણેશની પૂજા કરવી. બપોરે વરાહ જન્મની પૂજા કરવી. ભાદરવા ચોથે ગણપતિનો જન્મ થયો તેથી ગણેશની વિધિપૂર્વક પૂજા કરી, ચૂરમાના લાડુ જમાડી, સ્તુતિ કરવી. હે લંબોદર અમારી પાસે આવતા વિઘ્નોનો નાશ કરજો. આશ્વિની ચોથે ગણપતિનું પૂજન કરવું. કાર્તિક ચોથે કરકા વ્રત કરવું. માગશર ચોથે ગણપતિનું પૂજન કરવું. પોષમાં ચોથે ગણપતિનું પૂજન કરવું. માઘ ચોથે ગૌરી પૂજન તથા ગણેશપૂજન કરી સાધુ, વિપ્રોને લાડુ, દૂધપાક જમાડવા. ફાગણ ચોથે ગણેશ ઢુંઢીરાજનું પૂજન કરી તલના લાડુ જમાડીને સ્તુતિ કરવી.