શ્રીકૃષ્ણ દ્વારા નૃગરાજાનો મોક્ષ - નૃગકૃપ તીર્થ મહાત્મ્ય
આ અધ્યાય 221–222 સંયુક્ત છે
નૃગરાજા યજ્ઞ કરી સાધુ-બ્રાહ્મણની પૂજા કરી, અનેક પ્રકારના દાનો, ગાયોના દાન આપતો અને શ્રીહરિની પૂજા કરતો. એક વખત ગૌતમ વિપ્રને ગાયો દાનમાં આપી તેમાંથી એક ગાય છૂટીને રાજાની ગાયો સાથે ભળી ગઇ. બીજે દિવસે સોમ શર્મા વિપ્રને ગાયો દાનમાં આપી. તેમાં પેલી ગાય ભેગી ભળી ગઇ. ગૌતમ તે જોઇને કહે : આ ગાય રાજાએ મને દાનમાં આપી છે. તું કેમ લઇ જાય છે ? સોમ શર્મા કહે : મને રાજાએ દાનમાં આપી છે. બંને ઝઘડતા રાજા પાસે આવ્યા. રાજા કહે : એકના બદલામાં બીજી જોઇએ તેટલી ગાયો આપું. પેલો કહે : ના મારે તો એ જ ગાયો જોઇએ. ત્રણ દિવસ સુધી ન્યાય ન થતા બંને મુર્ખ વિપ્રોએ શાપ આપ્યો. જા કાકીડો થઇ જા. રાજા પગે લાગી કહે : મારી પર કૃપા કરો, મારી કાંઇ ભૂલ નથી. ત્યારે સોમશર્મા કહે : દ્વાપરને અંતે શ્રીકૃષ્ણ પ્રગટ થશે ત્યારે તારો ઉદ્ધાર કરશે. તે શ્રીકૃષ્ણે મોક્ષ કર્યો. તે નૃગકૃપ તીર્થ થયું છે. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, તે નૃગરાજાએ શ્રીકૃષ્ણ પાસે માગ્યું. અહીં જે સ્નાન કરે તે વૈકુંઠમાં જાય. શ્રીકૃષ્ણ કહે : તથાસ્તુ.