પતિવ્રતા હરિણીએ પતિ સાત્રાયણ ઋષિ તેમજ અન્યનું રક્ષણ કર્યુ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, બ્રહ્માની માનસ પુત્રી હરિણી, કૌશિક ગોત્રના સાત્રાયણ ઋષિને આપી. તે દંપતી તપ કરવા હરણ અને હરણીનું રૂપ લઇ વનમાં તપ કરતા. હરણી પતિવ્રતાનો ધર્મ પાળી હરણની સેવા કરતી. તેથી હરણાઓનાં ટોળાંથી છૂટા પડીને પુષ્કર તીર્થ રહેતા. ત્યાં વૃષ્ટિ નહીં થવાથી હરણીએ પતિવ્રતાના પ્રભાવથી વનને લીલું, હરિયાળું બનાવી દીધું. એક વખત કેટલાક સિંહો આવ્યા, હરણીએ શંકરને સ્તુતિ કરી. હે મહાદેવ અમે તમારા ભક્તો, તપ કરીએ છીએ અમારું રક્ષણ કરજો. શંકર તરત જ સર્પનું રૂપ લઇને આવ્યા અને સિંહ વગેરે હિંસક પશુઓથી રક્ષણ કર્યું.
એકવાર વનમાં અગ્નિ લાગ્યો. હરણીએ હરણને પગે લાગી કહ્યું. જો હું પતિવ્રતાનો ધર્મ પાળતી હોઉં તો અગ્નિ શાંત થાવ. અને પશુ-પક્ષીનું રક્ષણ થાવ. તરત અગ્નિ કાળા મૃગનું રૂપ લઇ હરણ પાસે આવી પગે લાગી. દેવી તારા ભયથી હું શાંત થયો છું. ત્યાં પરશુરામ આવ્યા. બંનેને આશીર્વાદ આપ્યા. તે ઋષિ દંપતી હરે નારાયણ, કૃષ્ણનારાયણ ભજન કરતાં વૈકુંઠ ધામને પામ્યા. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, આ રીતે પતિવ્રતા ધર્મ મહાન છે, જે પોતાના પતિનું અને અનેકનું રક્ષણ કરીને કલ્યાણ કરે છે.