મોક્ષ આપનારા અડસઠ તીર્થ તેમજ અન્ય તીર્થોનું વર્ણન
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, મોક્ષ આપનાર અડસઠ તિર્થો છે તે ગણાવું. સોમનાથ - રેવતાચલ (જૂનાગઢ) - કુંકુમવાપી (કુંકાવાવ) - દ્વારિકા - ચમત્કારપુર (જામનગર) - નારાયણ સરોવર - અર્ખુદાચલ - પુષ્કર - હીંગળાજ - હરિદ્વાર - કાશ્મીર - બદ્રિકાશ્રમ - કેદારનાથ - કુરુક્ષેત્ર - શાલીગ્રામ - કામાક્ષી - પાશુપત - કપિલાશ્રમ - મુક્તિનાથ - મહાલક્ષ્મીક્ષેત્ર - હરિહર - જગન્નાથપુરી - ગયા - સાકેતનગરી - પરશુરામકુંડ - મથુરામંડલ - સિદ્ધપુર - પ્રયાગરાજ - કાશીક્ષેત્ર - વિષ્ણુકાચી - ચીદંબર - જનાર્દન - ભૂતપૂરી - કન્યાકુમારી - ધર્મારણ્યે - રામેશ્વર - મલ્લીકાઅર્જુન - મલયાચલ - તામપણી - ઉજ્જૈન મહાકાલ વન - નૈમિષારણ્યક્ષેત્ર - કાલંજર - ગોકણ્ય - અમરકંટક - ગોકર્ણ - વિંધ્યાચળ - ત્રિકુટાચળ - પક્ષીતીર્થ - તાપી સાગર સંગમ - મહેન્દ્ર પર્વત - વિશાલાવન - સપ્ત ગોદાવરી - મહાકૈલાશ - જમદગ્નિઆશ્રમ - પુલહાશ્રમ - કાવેરી નદી - વરાહ ઋષભક્ષેત્ર - નૃસિંહાચલ - મીનાક્ષી - ત્ર્યંબકેશ્વર - ૐકારેશ્વર - શુકલતીર્થ - ભૃગુક્ષેત્ર - ચંદ્રભાગા તુલસી - અરુણાચલ - શ્રીશેલતીર્થ - શિવકાંક્ષી પદ્મનાભ તથા નાના મોટા તેત્રીસ કરોડ તિર્થો થયેલા છે. તે સર્વે તારનારા છે.
તથા દેવો, ઋષિ-મુનિઓ સતી, સાધ્વીઓ, શુદ્ધ પુરુષો, પરમહંસો, સાંખ્યયોગી જ્યાં વસે છે. તે સર્વે તિર્થો થાય છે. અને માતા-પિતા, પતિવ્રતા, ગાય આ સર્વે તિર્થો કહેવાય છે. તથા ગુરુતીર્થ - હરિતીર્થ - જ્ઞાનતીર્થ - ભકિત તીર્થ - હાસ્યતીર્થ - સેવાતીર્થ સર્વેમાં ઉતમ છે. તથા “ૐ શ્રીકૃષ્ણનારાયણ સ્વામિને નમ:” એ મંત્ર જપ પણ તીર્થ છે. સર્વાર્પણ તીર્થ મહાન છે. કિર્તનભક્તિ તીર્થ જેથી પ્રભુ પ્રસન્ન થાય છે કામતીર્થ ગોપીઓનું જેથી વૃજેશ્વર પ્રસન્ન થયા. એવી રીતે સર્વ તિર્થો મોક્ષ આપનારા છે.